Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

વહેલા ઉઠવા બાબતે ઠપકો મળતા યુવતિનો આપઘાત

વિસાવદરના ભલગામમાં અરેરાટી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૭ : વિસાવદરના ભલગામની યુવતિએ વહેલા ઉઠવા બાબતે પિતાનો ઠપકો સહન ન થતાં આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળેલ છે.

 વિસાવદર તાલુકાના ભલગામની ૨૧ વર્ષીય યુવતિ જીનલને તેના પિતા ભરતભાઇ આંબાભાઇ કોટડીયાએ સવારે વહેલા ઉઠવા બાબતે ઠપકો આપ્‍યો હતો.

પરંતુ જીનલબેનથી પિતાનો ઠપકો સહન ન થતાં તેણીએ રવિવારે ઝેરી ટીકડા ખાઇને મોતની સોડ તાણી લેતા પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

(10:25 am IST)