Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

જૂનાગઢમાં પૈસા લેવા માટે બોલાવી યુવાન ઉપર હુમલો ત્રણ શખ્‍સો સામે પોલીસ ફરિયાદ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૭ : જૂનાગઢમાં પૈસા લેવા માટે બોલાવી ત્રણ શખ્‍સોએ યુવાન ઉપર હુમલો કર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.

જૂનાગઢમાં ભારત મીલના ઢોર વિસ્‍તારમાં રહેતો ૨૪ વર્ષીય રાહુલ રામજીભાઇ મીણીયાને ફિરોઝ ઇન્‍દ્રીશ ચોટીયારા ઉર્ફે સિકંદર બાદશાહ પાસે પૈસા લેવાના હતા.

આથી ફિરોઝ તથા હનીફ ઇદ્રીશ અને તોફીક ઠેબાને રવિવાર રાહુલને ફોન કરી પૈસા લઇ જવા જણાવ્‍યુ હતું.

આથી રાહુલ દરગાહ પાસે ત્રણેય શખ્‍સો પાસે જતાં આ ઇસમોએ ઉશ્‍કેરાઇ જઇને ઢીકાપાટુનો માર મારી પાઇપ વડે હુમલો કર્યાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:24 am IST)