Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

જામનગરના ડિફેન્સ કોલોનીમાં મહિલા -પુરુષ વચ્ચે માથાકૂટ : તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દેતા યુવાનનું મોત :મહિલા ગંભીર

ભરત રૂડાચ નામના યુવાનનું ગંભીર ઈજાઓ થતા મોત : મહિલાને ગંભીર ઇજા થતા જી,જી,હોસ્પિટલમાં ખસેડાઇ

જામનગરના ડિફેન્સ કોલોની વિસ્તારમાં મહિલા - પુરુષ વચ્ચે માથાકુટ થઈ હતી. આ માથાકૂટમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દેતાં ભરત રૂડાચ નામના યુવાનનું ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યું છે. જ્યારે એક મહિલા પણ ગંભીર રીતે ઘાયલ થતા જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.તસવીર : કિંજલ કારસરીયા, જામનગર

જામનગરમાં ડિફેન્સ કોલોનીમાં બાળકોની બબાલમાં મહિલા- પુરુષ વચ્ચે

 માથાકૂટ : તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દેતા યુવાનનું મોત : મહિલા ગંભીર

ઘટનાને પગલે જામનગરના ડીવાયએસપી કૃણાલ દેસાઈ અને સીટી-સી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્ય

જામનગરના ડિફેન્સ કોલોની વિસ્તારમાં શુક્રવારે રાત્રે બાળકોની માથાકૂટમાં મહિલા - પુરુષ વચ્ચે માથાકુટ થઈ હતી. આ માથાકૂટમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દેતાં ભરત રૂડાચ નામના યુવાનનું ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યું છે. જ્યારે એક મહિલા અને કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થતા જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે જામનગરના ડીવાયએસપી કૃણાલ દેસાઈ અને સીટી-સી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો. હત્યાની ઘટનાને અંજામ આપનારા આરોપીઓને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે. તસવીર : કિંજલ કારસરીયા, જામનગર

(11:58 pm IST)