Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

ખોટા કેસ કરો પણ અમારો અવાજ દબાવી શકાશે નહીઃ જામનગર કોંગ્રેસનો આક્રોશ

પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ડો.હમાંગ વસાવડા સહિતનાએ પત્રકાર પરિષદ સંબોધી

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.ર૭ : રાહુલ ગાંધીનું સંસદસભ્‍ય પદ રદ કરાતા જામનગરમાં પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ડો. હેમાંગ  વસાવડા સહિતના આગેવાનોએ પત્રકાર પરિષદ સંબોધી હતી.

કોંગ્રેસના આગેવાનોએ જણાવ્‍યું કે કોંગ્રેસ પાર્ટીની અને રાહુલ ગાંધીની નીતિ હંમેશા ખુબ જ સ્‍પષ્‍ટ રહી છે, તમે ગમે તેટલી ડરાવવા ધમકાવવાની કોશીશ કરો, ખોટા કેસ કરો પણ અમારો અવાજ દબાવી શકાશે નહી રાહુલ ગાંધી આ દેશને સળગતા સામાજિક અને આર્થિક અને રાજકીય મુદાઓ પર બોલવાનું અને અવાજ ઉઠાવવાનું ચાલુ રાખશે.

બદનક્ષી વિશે કાયદામાં એક સિધ્‍ધાંત છે અને તે એ છે કે તમારે ઓછામાં ઓછા કથિત રીતે ચોકકસ વ્‍યકિત અથવા ચોકકસ વસ્‍તુની બદનક્ષી કરવી જોઇએ. તેમ વ્‍યાપક મુદા વિશે બદનક્ષી કરી શકતા નથી. એવા વિષય વિશે કે જેમાં કોઇ સ્‍પષ્‍ટતા નથી, કોઇ ચોકકસ વ્‍યકિત વિરૂધ્‍ધ કોઇ આરોપ નથી, જો તે આક્ષેપો અસ્‍પષ્‍ટ હોય, વધુ વ્‍યાપક હોય તો તેને બદનક્ષી કહી શકાય નહી.

જે બાબતેને પડકારવામાં આવી હોય તે અંગે કોઇપણ વ્‍યકિત દ્વારા ફરીયાદ દાખલ કરવામાં આવી નથી. જે પણ નામો લેવામાં આવ્‍યા છે, જે કંઇ પણ કહેવામાં આવ્‍યું છે તેમાંથી કોઇએ ફરિયાદ નોંધાવી નથી. તે પણ બદનક્ષીના કાયદાનો ખુબ જ અભિન્‍ન ભાગ છે કે જે વ્‍યકિતની બદનક્ષી થઇ છે તેણે ફરિયાદ નોંધાવવાની હોય છે અને તેણે જણાવવાનું હોય છે કે કોઇ ચોકકસ વ્‍યકિતના નિવેદનને કારણે આ વ્‍યકિતની કેવી રીતે બદનક્ષી થઇ છે. આ ફરિયાદ તેમાંથી કોઇની નથી. આ કેસમાં કરવામાં આવેલ ફોજદારી કેસની કાર્યવાહી કરતી વખતે,  દુષ્‍ટતાનો ખોટો ઇરાદો સાબીત કરવો જરૂરી છે. જો તમે કોલારનું ભાષણ જુઓ છો, તો તે જનહિત  વિશે, રાજકારણ વિશે, મોંઘવારી વિશે, બેરોજગારી વિશે છે. તેમાં કોઇપણ વ્‍યકિત પ્રત્‍યે ધ્‍વેષની લાગણી નથી. જયાં સુધી સંપુર્ણ સંદર્ભથી આવી ધ્‍વેષની લાગણી સાબીત ના થાય ત્‍યાં સુધી ગુનો કરવામાં આવ્‍યો છે એવુ઼ કહી શકાય નહી આ કેસમાં સંપુર્ણ રીતે સાબીત થઇ શકતુ નથી. કારણ કે સંદર્ભ સંપુર્ણપણે અલગ હતો.

રાહુલએ પાર્લામેન્‍ટ હાઉસમાં મીડીયાના રીપોર્ટમાંથી કાઢીને પુરાવા સાથે અદાણી અને નરેન્‍દ્રભાઇ મોદીના સંબંધો અંગે વિસ્‍તૃત વાત કરી હતી અને તેમણે જણાવ્‍યું હતું કે, આ સંબંધો ઘણો જુનો છે અને શ્રી નરેન્‍દ્રભાઇ મોદી જ્‍યારે ગુજરાતના મુખ્‍ય પ્રધાન હતા ત્‍યારનો આ સંબંધ છે અને તે અંગે ઘણા બધા જાહેર પુરાવા છે. રાહુલએ વિમાનમાં આરામદાયક સ્‍થિતીમાં નરેન્‍દ્રભાઇ મોદી અને તેમના મિત્ર અદાણીની ઘોષ્‍ટી કરતી તસ્‍વીરો સંસદમાં પણ રજુ કરીને સવાલ કર્યો હતો. ત્‍યાર પછી રાહુલના ભાષણના અમુક ભાગ દુર કરવામાં આવ્‍યા. રાહુલ સ્‍પિકરને મુદ્દાવાર વિસ્‍તૃત પત્ર લખ્‍યો હતો. જેમાં તેમણે જણાવ્‍યું હતું કે નિયમોને ફેરફાર કરીને અદાણીને એરપોર્ટસ આપવામાં આવ્‍યા છે. રાહુલએ નિયમોની નકલ પણ રજુ કરી હતી તેમ છતાં કઇ થયું નહીં. તેમ જણાવ્‍યું હતું.

(2:00 pm IST)