Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

ગોંડલના ગુંદાળા ચોકડી પાસે ડુંગળી ભરેલ ટ્રેકટર કાર ઉપર પલ્ટી જતા આગ ભભૂકી

જો કે કાર ચાલકનો ચમત્કારીક બચાવ : કાર ભસ્મીભૂત

તસ્વીરમાં કારમાં લાગેલી આગ અને ભસ્મીભૂત કાર નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

ગોંડલ, તા. ર૭ : ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની ધૂમ આવક થઈ રહી છે ત્યારે યાર્ડ પાસે ડુંગળી ભરેલ ટ્રેકટર વેગનઆર કાર ઉપર પલ્ટી મારી જતા સર્જાયેલ અકસ્માતમાં કાર ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો , ટ્રેકટર રોડ ની સાઈડ માં ઉતારવા જતા વેગનઆર કાર પર પલ્ટી મારી ગયું હતું.

ગુંદાળા ચોકડી થી થોડે દુર રાહુલ ટીવીએસ શો રૂમ પાસે કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત ની ઘટના બની હતી અકસ્માત થતા જ કાર સળગી ઉઠી હતી અને કાર ચાલક સમય સુચકતા થી બહાર નીકળી જતા તેનો બચાવ થયો હતો, ગોંડલ યાર્ડ માં ડુંગળી ની આવક ને લઈને વાહનો ની લાંબી કતારો હાઇવે પર લાગી રહી છે ત્યારે ડુંગળી ભેરલ ટેમ્પો ચાલક લાઈન માંથી સાઈડ માં બહાર નીકળતા કાર સાથે અથડાયો હતો અને કાર માં આગ ભભૂકી ઉઠતા કાર બળી ને ખાખ થઈ જવા પામી અકસ્માત ની જાણ ગોંડલ ફાયર ને થતા ગોંડલ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પોહચી આગ પર કાબુ મેળવ્યો હતો ગોંડલ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી.

ગોંડલ ભરૂડી ટોલ પ્લાઝાથી લઈને પીઠડીયા ટોલ ટેકસ સુધીની હાઇવે પર લાઈટો ના ટાવરો વધુ પડતા બંધ હાલત છે અનેક લોકો એ રજુઆત પણ કરી ચુક્યા છે પણ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ નું પેટનું પાણી પણ હલી રહ્યું નથી.

ગોંડલ માર્કેટયાર્ડ માં કોઈ પણ જણસી ની આવક શરૂ થાય ત્યારે યાર્ડની બહાર વાહનોની કતારો કરી દેવામાં આવે છે જેના પરિણામે ગુંદાળા ચોકડીથી યાર્ડ પાસેના હાઇવે પર કેટલાક આડેધડ વાહનો ખડકાઈ જાય છે પરિણામે લાંબો ટ્રાફિક જામ, ઇમરજન્સી વાહનો પણ ફસાઈ રહ્યા છે, યાર્ડમાં જણસીની આવક સમયે ટ્રાફિક પોલીસ રાખવામાં તેવી લોકોમાં માંગ ઉઠી છે.

(3:34 pm IST)