Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

પ્રેમ સબંધમાં લાગી આવતા જૂનાગઢના યુવાનનો આપઘાત

ઓપરેશન દરમિયાન યુવકના મોતથી અરેરાટી

(વિનુ જોષી) જૂનાગઢ તા. ૨૭ : જૂનાગઢનાં દાતાર રોડ પાસે આવેલ વાણંદ સોસાયટીમાં રહેતા અંકિતને તેની જ જ્ઞાતિની એક છોકરી સાથે પ્રેમ સબંધ હતો. જેમાં તેને કોઇ બાબતે લાગી આવતા તેણે ગળા ફાંસો ખાઇને મોતને મીઠું કરી લીધું હતું.

આ અંગેની જાણ રમેશ ચુડાસમાએ કરતા પોલીસે દોડી જઇને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ એ-ડીવીઝનના પીએસઆઇ જે.એચ.કછોટ ચલાવી રહ્યા છે.

જૂનાગઢના રામદેવપરામાં રહેતા રૂતિક રાજેશભાઇ મોલાડીયા (ઉ.૧૮)નું અત્રે ઝાંઝરડા ચોકડી ખાતેની કલ્પ હોસ્પિટલમાં વધરાવળના ઓપરેશન દરમિયાન મૃત્યુ થતાં હેડ કોન્સ્ટેબલ પી.સી.ચાવડાએ તપાસ હાથ ધરી છે.

(1:11 pm IST)