Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

રાજુલા તાલુકાના વિસળીયાના રાકેશ બાંભણીયાને નેશનલ લેવલે ૧૫૦૦ મીટર દોડમાં સિલ્વર મેડલ

રાજુલા તા. ૨૭ : રાજુલા તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલ વિસળીયા ગામના રાકેશ અશોકભાઈ બાંભણીયા નામનો યુવાન પ્રાથમિક શાળા અભ્યાસ દરમિયાન જ રમતગમત ક્ષેત્રે રૂચિ ધરાવતો અને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઇને રાજય કક્ષા સુધી પહોંચેલ હતો.

હાલમાં મહુવા પારેખ કોલેજ ખાતે બીએસસી ગ્રેજયુએશનમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી અભ્યાસની સાથે સાથે રમત ગમતમાં પણ ચબરાક હોવાથી પરિવારજનો તેમજ ગુરૂજનો તેને પ્રોત્સાહન આપતા હતા. જે પ્રોત્સાહનથી યુવકે કબડ્ડીની રમતમાં ભાગ લઈ નેશનલ કક્ષા સુધી પહોંચેલ તેમજ અગાઉ ખેલમહાકુંભ સ્પર્ધામાં પણ એથલેટિકસ વિભાગમાં લીધો હતો. અને યુવકને મિત્રએ આપેલી સલાહને લક્ષ બનાવી રાજકોટ ખાતેના જેએનવી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી નેશનલ ગેમ્સ ૨૦૨૦-૨૧માં એથ્લેટિક વિભાગમાં ૧૫૦૦ મીટર દોડમાં ઓલ ઇન્ડિયામાંથી આવેલા ખેલાડીઓમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે સાથોસાથ કોળી સમાજ, વિસળીયા ગામ અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.આગામી સમયમાં આ યુવાન આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ભારત દેશ તરફથી રમશે. ત્યારે આ વિસ્તારના યુવા આગેવાન અજય શિયાળ દ્વારા પણ અભિનંદન પાઠવ્યા હતા.

(1:07 pm IST)