Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

રાજયમાં મતદાર સુધારાણા યાદીમાં દ્વારકા જિલ્લા પોલીસ, કલેકટર તથા દ્વારકા પ્રાંત અધિકારીની શ્રેષ્ઠ કામગીરીમાં પસંદગી

ખંભાળીયા તા. ર૭ : દેવભૂમિ દ્વારકા જિલ્લો ભલે ગુજરાતના છેવાડાનો જિલ્લો હોય તાજેતરમાં આગામી ચુંટણીઓના સંદર્ભમાં થયેલી મતદારી સુધારણાની કામગીરીમાં રાજયકક્ષાએ શ્રેષ્ઠ કામગીરી બદલ દ્વારકા જિલ્લાના બે અધિકારીઓ પસંદ થતા રાજકક્ષાએ વિવિધ સિદ્ધિ મેળવી છે. અને રેકોર્ડ થયો છે.

મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં જિલ્લાની શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ મળ્યો છે. જેમાં દ્વારકાના જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના છે.

આ ઉપરાંત રાજયમાં શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી તરીકે દ્વારકા પ્રતિ અધિકારી નિહાર ભેટારીયાની પણ શ્રેષ્ઠ કામગીરી માટે પસંદગી થઇ છે એકજ જિલ્લામાં આવી બે શ્રેષ્ઠ કામગીરીના પ્રમાણપત્રનો દ્વારકા જિલ્લાનો ગુજરાતમાં રેકોર્ડ છે.

દ્વારકા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તથા તમામ મામલતદારોના સહયોગથી આ સુંદર કામગીરી થઇ શકી હતી.

ગુજરાત મા.અને ઉ.મા.નિ.બોર્ડના સંયુકત નિયામક બી.એન. રાજગોરે ખાસ હુકમ બહાર પાડીને ૩૧/૧/ર૧ સુધીમાં વો.૯થી ૧રમાં પ્રવેશ જે તે જિલ્લા શિક્ષણાધિકારીની મંજુરી મેળવીને શાળાઓ ખોલી શકશા  તેમ જણાવ્યું છે. તથા હવે પછી આ તારીખ નહી લંબાય તેમ જણાવી પ્રવેશથી વંચિતોએ પ્રવેશ લઇ લેવા સુચવ્યું હતું.

પહેલા ૩૧/૧૦/ર૦ પછી ૩૧/૧ર/ર૦ અને હવે ૩૧/૧/ર૧ સુધી પ્રવેશ લંબાવ્યો છે.

મતદાતા દિનની ઉજવણી

દ્વારકા જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના બન્ને પ્રાંત અધિકારીઓ ડી.સી. ગુપ્તા તથા તિહાર ભેટારિયા તથા નાયબ જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

દ્વારકા જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ વર્ચ્યુઅલ લીંકથી જિલ્લાના તમામ તાલુકા અને તથા તમામ મામતલાદરો, પ્રાંત અધિકારીઓ સાથે સંવાદ કરીને રાષ્ટ્રીય મતદાર દિનના સંઘર્ષ થયેલી કામગીરી તથા માર્ગદર્શન પુરૂ પાડયું હતું.

દ્વારકામાં એક વિશાળ પોસ્ટર મતદાર જાગૃતિ સંદર્ભમાં કૃષ્ણના ચિત્ર સાથે પ્રદર્શિત કરાયું હતું જેણે ખુબ સારૂ આકર્ષક જમાવ્યું હતું.

પ્રજાસત્તાક પર્વ ઉજવાયો

ખંભાળીયાની વિજય ચેરી.હાઇસ્કુલ તથા નવીવાડી પ્રાથમીક શાળામાં સંયુકત રીતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

પ્રાથમીક શાળામાં છાત્રોને આવવાનું ના હોય જિલ્લા હાઇસ્કુલના ધો.૧૦/૧ર ના છાત્રો તથા શિક્ષકોએ અત્યંત સાદાઇથી તથા માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સની ગાઇડ લાઇનના પાલન સાથે ઉજવણી કરી હતી.

ઝંડા ગીત, વંદે માતરમ્, જનગણમન વિ. ગીતો ગાઇને ઝંડાને સલામી અપાઇ હતી તથા ધો.૧ર ની છાત્રા રીક્ષીત નકુમ તથા ઇલાબેન વાઢેરના હસ્તે ધ્વજ વંદન થયં હતું.

શાળાના આચાર્ય હિતેન્દ્રભાઇ તથા પ્રા.શાળાના નવીવાડી શાળાના ચોપડાભાઇએ વકતવ્યો કર્યા હતા.

સામાજિક સમરસતાનો સંદેશ

ખંભાલીયા નગરપાલિકા ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં નગરપાલિકા ગાર્ડન ખાતે નગરપાલિકાના વહીવટદાર/ચીફ ઓફીસર સી.બી.ડોડીયાએ નગરપાલિકામાં વર્ષોથી ફરજ બજાવતા જુના અને સીનીયર સફાઇ કામદાર સવજીભાઇ ગોવાભાઇ તેમજ જમનાબેન ભીમાભાઇ નામના સફાઇ કામદારોના હસ્તે ધ્વજવંદન કરાવીને એક નવતર પહેલ કરી પાયાના સફાઇ કામદારોને ધ્વજવંદનનો લહાવો આપીને સામાજીક સમરસ્તાનું ઉદાહરણ પુરૂ પાડેલ હતું.

આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં નગરજનો તથા નગરપાલિકાનો સ્ટાફ અને દા.સુ.ગર્લ્સ હાઇસ્કુલના શિક્ષકો અનેવિદ્યાર્થીઓ હાજર રહેલ હતા.

(1:04 pm IST)