Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

કલ્યાણપુરમાં પોલીસ કર્મી ઉપર ત્રણ શખ્સોનો હુમલો

અગાઉના મનદુઃખનો ખાર રાખી ધોકા વડે માર મારતા સારવારમાં: ત્રણ સામે ગુનો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૨૭: દ્વારકા જીલ્લા પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા લોકરક્ષક મિલન ખીમાભાઇ કંડોરીયાએ કલ્યાણપુર પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે ગત રોજના પોતે તથા સાહેદ પરબતભાઇ પોતાનું બાઇક લઇને કલ્યાણપુરની મંગળવારી બજારમાંથી જતા હતા ત્યારે ભુપતસિંહ વજેસંગ જાડેજા, કૃષ્ણપાલસિંહ ભુપતસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા રહે. બધા ખીજદળ વાળાઓએ રસ્તો રોકી ચાલુ બાઇકમાં હાથમાં ધોકો મારતા બન્ને પડી ગયા હતા અને બેટ વડે માર મારી મુંઢ ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે ત્રણેય શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસની પ્રાથમીક તપાસમાં સાહેદ પરબતભાઇ સાથે અગાઉ કૃષ્ણપાલસિંહને સામુ જોવા બાબતેનું મનદુઃખ થયું હતું. જેનો ખાર રાખી આ હુમલો કર્યો હતો. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

પરીણીતાને પતિ-સાસુનો ત્રાસ

 ભાણખોખરી ગામે માવતરે રહેતી કવીબેન લખમણભાઇ ભાટુ (ઉ.વ.ર૮) નામની પરીણીતાએ આહીર સિંહણ ગામે રહેતા પતિ  લખમણ કરણા ભાટુ તથા સાસુ રૂડીબેન કરણાભાઇ ભાટુ સામે મહિલા પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે લગ્ન બાદ શરૂઆતના બે મહીના પછી ઘરકામ તથા ખેતીકામને લઇને મેણા ટોણા મારતા હતા અને મારા માતા-પિતા સામે વાત ન કરવા દઇ તેમજ વારે તહેવારે માવતરમાં જવા દેતા ન હતા અને નાની નાની વાતમાં કજીયા કરી શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપી મારકુટ કરતા પોલીસે પરીણીતાની ફરીયાદ પરથી પતિ-સાસુ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(1:11 pm IST)