Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

ગિરનાર ઠરી ગયો ૨ ડિગ્રી : નલીયા ૩.૪

જુનાગઢ ૭.૦, કંડલા એરપોર્ટ ૮.૦, કેશોદ ૮.૨, ગાંધીનગર ૯.૦, રાજકોટ ૯.૮ ડિગ્રી લઘુત્તમ તાપમાન : ફરી ઠંડીના રાઉન્ડથી લોકો ઠુંઠવાયા

રાજકોટ તા. ૨૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં સર્વત્ર ઠંડીના કારણે લોકો ઠુંઠવાઇ ગયા છે. મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે.

આજે ગિરનાર પર્વત ૨ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઠરી ગયો છે. જ્યારે કચ્છના નલીયામાં ૩.૪ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

જ્યારે જુનાગઢમાં ૭ ડિગ્રી, કંડલા એરપોર્ટ ૮, કેશોદ ૮.૨, ગાંધીનગર ૯, રાજકોટમાં ૯.૮ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

થોડા દિવસના વિરામ બાદ ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થતા લોકો ઠુંઠવાઇ રહ્યા છે.

જૂનાગઢ

(વિનુ જોષી) જૂનાગઢ : સોરઠમાં આજે પણ કાતિલ ઠંડીનો કહેર યથાવત રહ્યો છે. ગિરનાર ખાતે બે ડિગ્રી ઠંડી નોંધાતા સમગ્ર પર્વતીય વિસ્તાર ઠંડોગાર થઇ ગયો હતો.

સોમવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન ૭.૮ ડિગ્રી રહ્યા બાદ આજે સવારે તાપમાન ઘટીને ૭ ડિગ્રી નોંધાયું હતું. જેના પરિણામે જૂનાગઢ સહિતના વિસ્તારમાં કાતિલ ઠંડી અનુભવાઇ હતી.

જૂનાગઢના ગિરનાર પર્વત પર પણ આજે તાપમાન ઘટીને બે ડિગ્રી નોંધાયું હતું. ઠંડીમાં વધારો થતા ગિરનાર પર્વત ખાતેની ધાર્મિક જગ્યાના સંતો, સેવકો અને યાત્રાએ આવેલા પ્રવાસીઓની મુશ્કેલીમાં મુકાય ગયા હતા.

વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૮ ટકા રહેવાથી ઠંડીની તીવ્રતા વધી હતી. ૪.૬ કિમીની ઝડપે ઠંડો પવન ફુંકાતા ટાઢોળુ છવાય ગયું હતું. આજની તીવ્ર ઠંડીને લઇને જનજીવનને અસર થઇ હતી.(૨૧.૨૪)

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુત્તમ તાપમાન

ડિગ્રી

ગિરનાર પર્વત

૨.૦

,,

નલીયા

૩.૪

,,

અમદાવાદ

૧૧.૦

,,

ડીસા

૮.૫

,,

વડોદરા

૧૧.૬

,,

સુરત

૧૩.૮

,,

રાજકોટ

૯.૮

,,

કેશોદ

૮.૨

,,

ભાવનગર

૧૧.૦

,,

પોરબંદર

૧૧.૬

,,

વેરાવળ

૧૩.૩

,,

દ્વારકા

૧૩.૪

,,

ભુજ

૧૦.૪

,,

સુરેન્દ્રનગર

૧૨.૪

,,

ન્યુ કંડલા

૧૧.૦

,,

કંડલા એરપોર્ટ

૮.૦

,,

જુનાગઢ

૭.૦

,,

અમરેલી

૧૧.૨

,,

ગાંધીનગર

૯.૦

,,

મહુવા

૧૦.૩

,,

દિવ

૧૦.૫

,,

વલસાડ

૧૦.૦

,,

વલ્લભ વિદ્યાનગર

૧૦.૧

,,

(12:19 pm IST)