Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

ઉના તાલુકા ગ્રામ્યમાં વનવિભાગની જહેમતથી એક માસમાં ૧૫ દિપડાઓ પાંજરામાં પુરાયા

દિપડાને પકડવા જહેમત ઉઠાવનાર વન વિભાગના અધિકારીની તસ્વીર.

(નિરવ ગઢીયા દ્વારા) ઉના તા.૨૭ : તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં વન વિભાગની જહેમતથી એક માસમાં ૧૫ દિપડાઓને પાંજરે પુરી શકકરબાગ ઝુ ખાતે મોકલી આપેલ છે.ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દિપડાઓ દ્વારા માનવજાતિ ઉપર હુમલાઓની ઘણીજ ફરીયાદો ધારી રેન્જ નીચે આવતા જશાધાર રેન્જને મળેલ હતા. જેમાં એસીએફ શ્રી પરમારના મોનીટરીંગ અને માર્ગદર્શન નીચે આરએફઓ જમાદાર શ્રી પંડયાની આ માનવજાતિ ઉપર થતા હુમલાઓને રોકવા એકસનપ્લાન બનાવી લગભગ એક માસના ટુંકા ગાળામાં જયા જયાથી આવેલ ફરીયાદોને ધ્યાને લઇ પાંજરા મુકી ૧૫ જેટલા દિપડાઓને પાંજરે પુરી શકકરબાગ ઝુ જૂનાગઢ ખાતે મોકલી આપેલ છે. સર્વજીવન પર્યાવરણ ટ્રસ્ટના પ્રમુખ અબ્બાસભાઇ બ્લોક મહામંત્રી પ્રકાશભાઇ ટાંક અને મંત્રી ભરતભાઇ બાંભણીયાએ સાથે રહી ફીલ્ડવર્ક કરી ફોરેસ્ટ ખાતાને મદદરૂપ થઇને ઓપરેશન પાર પાડેલ છે. જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો.

(12:13 pm IST)