Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયએ જિલ્લાના ટીપીઇઓ,બીઆરસી,સીઆરસી સાથે વેબિનાર યોજી કામગીરીના રિવ્યુ લીધા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૨૭ : જુનાગઢ જિલ્લા ના ટીપીઈઓ બીઆરસી / સીઆરસી સાથે વેબીનાર યોજાયો હતો. શિક્ષણ વિભાગની વિવિધ કામગીરીનું રીવ્યુ કરવામાં આવેલ. શિક્ષણ વિભાગની વિવિધ કામગીરી ઝડપથી લાભાર્થી વિદ્યાર્થી સુધી પહોંચે અને તેનો સમયસર લાભ મળીજાય તેવા હેતુસર આ વેબીનારનુ આયોજન કરાયુ હતુ. જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયે જિલ્લાના તમામ સીઆરસી સેન્ટર પર  કવાર્ટરના છેલ્લા મહિનાના પ્રથમ શનિવારે  બીજા શુક્રવારે તાલુકા કક્ષાએ અને ત્રીજા શુક્રવારે જિલ્લા કક્ષાએ એસઓપી મુજબ અમલવારી બેઠક કરવાનું નક્કી કરવામાં આવેલ છે.

વધુમા વધુ બાળકો વોટસપ દ્વારા લેવાતી કસોટીમાં ભાગલે અને પોતાની શૈક્ષણિક ગુણવંતા ચકાસે અને વધારે આ પરીક્ષા નથી પણ સ્વ-મુલ્યાકન છે. ધોરણ ૮ ના તમામ બાળકો ધોરણ ૯ મા પ્રવેશ લે તેવું આયોજન કરવું અને ટ્રાઝેકશન રેંટ વધારવો. દિવ્યાંગ બાળકોને દિવ્યાંગતા અનુરૂપ તબીબી પ્રમાણપત્ર મળી રહે તે માટે કામગીરી ઝડપથી કરવી. જિલ્લા ના ૯૦ સીઆરસી સેન્ટર વાર રીસોર્સ સેન્ટર બનાવવું તે માટે જગ્યા નક્કી કરવી જેથી ભવિષ્યમાં નજીકના સેન્ટર પર સુવિધા ઉપલબ્ધ કરી શકાય

આ ઉપરાંત વહિવટી પ્રશ્નો ની ચર્ચા કરવામાં આવેલ અને ઝડપી નિકાલ અને જિલ્લા ના તમામ શિક્ષકો / સીઆરસી/ બીઆરસીને સમયસર મળે તે માટે તાલુકાવાર કેમ્પનુ આયોજન કરવામાં આવેલ તેની જાણકારી આપવામા આવી હતી.

(12:10 pm IST)