Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

ગોંડલના મારૂતિનગરમાં રહેતા પટેલ યુવકના આપઘાત કેસમાં એક આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કરતી સેશન્સ કોર્ટ

પટેલ યુવકે ૧૦ દિવસ પહેલા આપઘાત કરેલ હતોઃ સ્યુસાઇટ નોટમાં આરોપીઓના નામ લખેલ હતા

(જયસ્વાલ ન્યુઝ દ્વારા) ગોંડલ તા. ર૭ :.. તા. ૧૩-૧૧-ર૦ર૧ ના રોજના ગોંડલ ઉમવડા ફાટક પાસે મારૂતિનગરમાં રહેતા શૈલેષ પીપળવાએ પોતાના કારખાનામાં ગળો ફાંસો ખાઇ આપઘાત કરેલ છે તેવી ગુજરનાર ના પિતાને જાણ થતા ગુજરનાર તથા તેમના ભાઇઓ તુરંત જ કારખાને પહોંચી ગયેલ ને ત્યારબાદ ગુજરનારને ગોંડલ સરકારી દવાખાને લઇ જતાં ડોકટરશ્રી દ્વારા શૈલેષને મૃતક જાહેર કરેલ હતો. ગોંડલ સીટી પોલીસ સ્ટેશનના અધિકારીને આ બનાવની જાણ થતા હોસ્પિટલ પહોંચી લાશનું ઇકવેસ્ટ કરતા મૃતકના પેન્ટના ખીચામાંથી સ્યુસાઇટ નોટ મળેલ હતી. જેમાં ગોંડલ તિરૂમાલા સોસાયટીમાં રહેતા કિશોરભાઇ રાઠોડ, મનીષાબેન રાઠોડ, ગુંજન રાઠોડ તેમજ પ્રદ્યુમનસિંહ ઉર્ફે પદુભા જાડેજાના નામ લખેલી સ્ટુસાઇટ મળેલ હતી.

ગુજરનાર શૈલેષ પીપળવાના પિતા એ તારીખ ૧૪-૧-ર૧ ના રોજ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ આ ફરીયાદ મુજબ ગોંડલની તિરૂમાલા સોસાયટીમાં રહેતા કિશોરભાઇ રાઠોડ, મનીષાબેન રાઠોડ, ગુંજન રાઠોડએ ગુજરનાર શૈલેષના નામથી રૂપિયા છ લાખની લોન લીધેલ હતી અને આ લોનના હપ્તા આ ત્રણેય આરોપીઓ ભરતા ન હતા અને બેંક લોનના હપ્તા ચડી જતા શૈલેષ માનસીક તણાવમાં રહેતો હોય અને આ ત્રણેય આરોપીઓ પાસે ગુજરનાર લોનના પૈસાની ઉઘરાણી કરતા આરોપીઓ ગુજરનારને ધમકી આપતા હતાં. તેમજ આ આરોપીઓની બાજુમાં રહેતા પદુભા જાડેજા ગુજરનારને કિશોરભાઇ રાઠોડ, મનીષાબેન રાઠોડ, ગુંજન રાઠોડ પાસે ઉઘરાણી ન કરવા તેમજ તારે લોન ભરી દેવી પડશે તેવી ધમકી આપતા હતા તેવી ફરીયાદ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવતા ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવતા ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં આઇ. પી. સી. ૩૦૬, પ૦૬, ૧૧૪ મુજબ ગુનો નોંધી ઉપરોકત ચારેય આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી. અને આરોપીઓને નામદાર ગોંડલ કોર્ટમાં રજૂ કરતા આરોપી કિશોરભાઇ રાઠોડ, મનીષાબેન રાઠોડ, ગુંજન રાઠોડ તેમજ પદુભા જાડેજાને કોર્ટ દ્વારા આરોપીઓને જેલ હવાલે કરેલ હતાં.

ત્યારબાદ આરોપી પ્રદ્યુમનસિંહ ઉર્ફે પદુભા જાડેજાએ તેમના વકીલ વિજયરાજસિંહ એસ. જાડેજા મારફત ગોંડલ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરેલ હતી. બચાવ પક્ષના વકીલ દ્વારા આરોપી અને ગુજરનાર વચ્ચે ધંધાકીય ભાગીદારી ન હોય આરોપી અને ગુજરનાર વચ્ચે નાણાંકીય વ્યવહાર ન હોય તેમજ હાલના આરોપીએ લોન સાથે કઇ લેવા દેવા ન હોય કોઇ દુઃખ ત્રાસ આપેલ ન હોય તેમજ વિવિધ અદાલતોના સાઇટેસન રજુ કરતા બચાવ પક્ષના વકીલની દલીલ ગ્રાહ્ય રાખી આરોપીને રૂપિયા ૧પ,૦૦૦ ના રેગ્યુલર જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપીના વકીલ તરીકે વિજયરાજસિંહ સુધીરસિંહ જાડેજા રોકાયેલ હતાં.

(12:03 pm IST)