Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

ઉપલેટાના ડુમીયાણી ટોલ પ્લાઝા પાસેથી દારૂ - બિયરનો જથ્થો પકડાયો

ઉપલેટા : કોન્સ્ટેબલ ગગુભાઈ ચારણ તથા વાસુદેવસિંહ જાડેજા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે ડુમીયાણી ટોલ પ્લાઝા પાસેથી ટાટા કંપનીના ટ્રક નંબર ઞ્થ્ ૦૩ ષ્ ૯૪૬૪ વાળા માંથી મેક ડોવેલ્સ નંબર ૧ વ્હીસ્કીની ૨૪ નંગ કિંમત રૂપિયા ૯૦૦૦, વેટ-૬૯ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી ૫ નંગ કિંમત રૂપિયા ૫૮૭૫, બેગ પાઈપર ગોલ્ડ રિઝર્વ વ્હીસ્કી ૩૬ નંગ કિંમત રૂપિયા ૧૨૬૦૦, ઈમ્પીરીયલ બ્લુ સૂપરીયર ગ્રેઈન વ્હીસ્કી ૩૬ નંગ કિંમત રૂપિયા ૧૨૯૬૦, એન્ટીકવીટી બ્લુ અલ્ટ્રા પ્રીમીયમ વ્હીસ્કી ૬ નંગ કિંમત રૂપિયા ૫૧૦૦, કિંગફિશર સ્ટ્રોંગ પ્રીમીયમ બિયર ટીન ૩ નંગ કિંમત રૂપિયા ૩૦૦, હેયવડેસ- ૨૦૦૦ સ્ટ્રોંગ પ્રીમીયમ બિયર ટીન ૧૧૬ નંગ કિંમત રૂપિયા ૧૧૬૦૦ આ બધો દારૂ અને બિયરના જથ્થા ઉપર ફોર સેલ ઈન મહારાષ્ટ્ર લખેલ કુલ દારૂ અને બિયરના ૨૨૬ નંગ કિંમત રૂપિયા ૫૭૪૩૫ તથા ટાટા કંપનીના ટ્રકની કિંમત રૂપિયા ૫,૦૦,૦૦૦ તેમજ મોબાઈલ ફોન નંગ ૧ કિંમત રૂપિયા ૫૦૦૦ મળી કુલ રૂપિયા ૫,૬૨,૪૩૫ મુદામાલ સાથે બસીરભાઈ કાસમભાઈ સમા સંઘી ઉં.વ.૩૩ ધંધો ડ્રાઇવિંગ રહે મોતીબજાર ઉપલેટા પકડી પાડ્યો હતો તેમજ અન્ય બે આરોપીઓ અનીસભાઈ ઓસ્માણભાઈ ચણા રહે ઉપલેટા, જાકીર ઉર્ફે જીપુડી જબ્બારભાઈ લંબા ઉપલેટા પકડવાના બાકી આ કામગીરીમાં ઈન્ચાર્જ પી.આઈ. કે.કે.જાડેજા, પી.એસ.આઈ. આર.એલ ગોયલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ બોરીચા,પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ધાંધલ, દિનેશભાઈ ગોંડલીયા, ગગુભાઈ ચારણ, મહેશભાઈ સારીખડા,વાસુદેવસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ ગિરિરાજસિંહ ચુડાસમા સહિતના જોડાયા હતા. (તસ્વીર - અહેવાલ : ભરત દોશી, ઉપલેટા)

(11:55 am IST)