Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

તળાજા તાલુકા પંચાયત કરતા જિલ્લા પંચાયતની ચૂંટણી લડવામાં વધુ રસ : ભાજપે સેન્સ લીધા

 (મેઘના વિપુલ હિરાણી) ભાવનગર તા.૨૭ : તળાજા તાલુકા પંચાયતની ૩૨ બેઠકો અને તાલુકામાં આવતી જિલ્લા પંચાયત ની આઠ બેઠકો  પર  ભાજપ માંથી ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોને  સાંભળવા માટે નિરીક્ષકો આવ્યા હતા.

જેને લઈ ભાજપ મહામંત્રી ઘનશ્યામભાઈ  બારૈયા એ આપેલ માહિતી મુજબ જિલ્લા પંચાયતની તાલુકા માં આવતી આઠ બેઠકો માટે  એકસઠ વ્યકિતની દાવેદારી નોંધાઈ હતી. જેમાં સરતાનપર એકજ બેઠક પર થી એકી સાથે એકવીસ વ્યકિત ની દાવેદારી નોંધાઈ હતી. જેમાં વિસ કોળી અને એક આ વિસ્તારના કોળી ગોર બળુભાઈ જોશી એ દાવેદારી કરી હતી. બળુભાઈ જોશી એકમાત્ર એવા વ્યકિત હતા કેજે એક આખી ફાઇલ બનાવી ગયા હતા.જેમાં ૨૦૦૨ની સાલ થી પોતે કરેલ કામો ની માહિતી તથા બેઠક નીચે આવતા તેર ગામના સરપંચ, તળાજા શહેર ભાજપ આગેવાનો, વિવિધ સમાજ અને સંસ્થા ઓના લેટર પેડ સામેલ હતા.જેમાં સ્થાનિક અને બ્રહ્મ સમાજના બળવંતભાઈ જોષી ને ટીકીટ મળે તેવા લેટર પેડ સહી સિક્કા સાથે લખાણ રજૂ કરેલ હતા.

  ગત ચૂંટણીમાં આઠ માંથી પાંચ બેઠકો ભાજપએ મેળવી હતી.એ પાંચેય બેઠકો પરથી ચૂંટાયેલ સભ્ય એ ફરી દાવેદારી કરી હતી. અથવા તેમના પરિવાર જનોની ટીકીટ માંગી હતી. દિહોર બેઠક પરથી ૧૦, પાવઠી-૮, ત્રાપજ-૭, પિથલપુર-૫, દાઠા-૪, ઠળિયા અને અલંગ બેઠક પરથી ત્રણ ત્રણ વ્યકિત એ ભાજપ પોતાને ટીકીટ આપે તેવી માગણી કરી હતી.

તાલુકા પંચાયતની ૩૨ બેઠકો છે.જેમાં ૩૧ બેઠક માટે એકસો વ્યકિત એ દાવેદારી કરી હતી.જેમાં દાઠા-૧, બોરડા -૪,પસ્વી-૪, રાળગોન -૧, પિથલપુર-૨, વેજોદરી -૩, ઝાંઝમેર-૩, ઠળિયા-૨, કુંઢેલી-૬, શોભાવડ-૧, સાખડાસર-૬, સરતાનપર(૧)-૫, સરતાનપર-(૨) ૨, ફુલસર-૬, ઉંચડી-૫, દિહોર -૩, ભદ્રાવળ (૧)-૨, ભદ્રાવળ (૨)-૨ , રાજપરા-૫ ,પાવઠી-૪, ગોરખી -૧, દેવલી -૫, પીપરલા-૨, અલંગ (૧)-૧, અલંગ (૨)-૨, અલંગ (૩)-૩, ખદરપર- ૩, ત્રાપજ - ૩, ભાલર -૬, સથરા -૫, અને મણાર -૩ વ્યકિત ઓએ દાવેદારી કરી હતી.

રાજપરા માટે ભાજપમાં એકપણની દાવેદારી નહિ !

ભાજપ મહામંત્રી ઘનશ્યામભાઈ બારૈયા એ જણાવ્યું હતુંકે તાલુકા પંચાયત ની ૩૨ બેઠકો માંથી ૩૧ બેઠકો પર દાવેદાર આવી છે.એક બેઠક રાજપરા( ગોપનાથ) એવી બેઠક છે ત્યાં એકપણ દાવેદાર નથી.તેનું કારણ આ બેઠક પરથી આદિજાતિ માટે અનામત બેઠક છે.અહીં કોઈ આદિજાતિ નો વસવાટ ન હોય આથી કોઈ દાવેદારી નથી.

જિલ્લા પંચાયતની આઠ બેઠક માટે ૬૧ની ભાજપ માંથી દાવેદારી અને તાલુકા પંચાયતની ૩૨ માંથી ૩૧ બેઠક માટે ૧૦૦ની દાવેદારી થઈ. આમ જિલ્લા પંચાયતની બેઠક લડવા માટે વધુ લોકો ઉત્સાહિત જણાયા. જેનું કારણ એવું જાણવા મળ્યુ કે તા.પ સભ્યને મોટાભાગે ઢસરડા જ આવે તેના કરતા સરપંચ પાસે રૂપિયાના પાવર વધું હોય. જિલ્લા પંચાયત સભ્ય ને તા.પ સભ્ય કરતા વધુ મલાઈ ના ચાન્સીસ છે એટલે તેમાં ઉત્સાહ વધુ છે.

(11:52 am IST)