Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

દિલીપ સંઘાણીને શુભેચ્છા પાઠવતા કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરજી

અમરેલીઃ ભારત દેશની સર્વાચ્ચ સહકારી સંસ્થા એટલે નેશનલ કો-ઓપરેટીવ યુનિયન ઓફ ઈન્ડીયા (NCUI)ના ચેરમેનની ચુંટણી યોજાઈ હતી જેમાં ગુજરાત રાજય ભાજપના નેતા અને દેશના અગ્રણી સહકારી આગેવાન દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ વરણી થતા કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરજીએ  શુભેચ્છા પાઠવી હતી. સાથોસાથ તોમરજીએ જણાવેલ હતુ કે સહકારી ક્ષેત્રનો મૂળ આધાર જ ગામડુ છે, ગ્રામ્ય દેનિક પ્રવૃતિ સહકારના ભાવનાથી જ ઉદભવે છે અને તેનો લાભ છેવાડાના ગામ અનેગ્રામીણ સુધી વિસ્તરે છે. દેશ-રાજયની સહકારી પ્રવૃતિમા હવે ધીરે..ધીરે પ્રતિભા આગળ આવીને કાર્યકુશળતાનો લાભ સહકારી પ્રવૃતિમા રેડી રહી છે. ભારતની સહકારી પ્રવૃતિને વિશ્વસ્તરે લઇ તેના માઘ્યમથી ભારતની સહકારી પ્રવૃતિ અને અર્થતંત્રને વેગવંતા બનાવવા માટે શુભેચ્છા પાઠવેલ હતી. તેમજ કૃષિ લગત યોજનાઓ, આયોજનોની માળખાકીય પ્રવૃતિની માહિતી આદાન પ્રદાન કરી હતી.

(12:54 pm IST)
  • ' ચલો દિલ્હી ' : કૃષિ કાનૂનના વિરોધમાં પંજાબથી નીકળેલી ખેડૂતોની ટ્રેકટર રેલીને કેજરીવાલનું સમર્થન : વિરોધ વ્યક્ત કરવાનો ખેડૂતોનો અધિકાર હોવાનું મંતવ્ય વ્યક્ત કર્યું access_time 1:21 pm IST

  • દેશમાં કોરોના કેસનો આંકડો 93 લાખને પાર પહોંચ્યો :એક્ટિવ કેસ ફરી વધ્યા : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 42 054 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 93, 08,751 થયો :એક્ટીવ કેસ 4, 54,323 થયા: વધુ 38,580 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 87,16,556 રિકવર થયા :વધુ 473 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,35, 734 થયો access_time 12:14 am IST

  • સુરેન્દ્રનગર: ગેબનશાપીર સર્કલ પાસેથી 21 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. access_time 1:14 am IST