Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

જામનગરના ૬ ટ્રાફિક જંકશનોની ચારે દિશામાં ૩૦ મીટર સુધીના વિસ્તારમાં વાહનોને પાર્કિંગ કરવા માટે જાહેરનામુ

જામનગર તા.૨૬ : VISWAS પ્રોજેકટ અંતર્ગત જામનગર શહેરમાં કુલ ૭૭ લોકેશન ખાતે સી.સી.ટી.વી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવેલ અને એસ.પી. કચેરી ખાતે કમાન્ડ કંટ્રોલ સેન્ટર સ્થાપિત કરેલ છે. જેથી જામનગર શહેર ખાતે ઇ- ચલાન વ્યવસ્થા શરૂ થયેલ હોવાથી તેમજ શહેરમાં કુલ છ ટ્રાફિક જંકશન પર આર.એલ.વી.ડી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવેલ હોય, જામનગર શહેરમાં ટ્રાફિક જંકશનની ચારે દિશામાં ૩૦ મીટર સુધીના પાર્કિંગ અંગે જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર શ્રી રવિશંકર દ્વારા સત્તાની રૂઇએ, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૩(૧)(ખ) હેઠળ અંબર ચોકડી, ગુરુદ્વારા ચોકડી, ડી.કે.વી સર્કલ, બેડીનાકા, હનુમાન ગેઇટ અને સંતોષીમાં મંદિર ટ્રાફિક જંકશનોની ચારે દિશામાં ૩૦ મીટર સુધીના વિસ્તારમાં ખાનગી બસ, પીકઅપ વાન, સ્ટેશન વેગર, જીપ, મેટાડોર, છકડા રીક્ષા, ટેકસીકાર, પ્રાઇવેટ કાર વગેરે પ્રકારના વાહનો ઉભા રાખવા માટે જાહેરનામા દ્વારા મનાઇ ફરમાવવામાં આવી છે.

(12:52 pm IST)