Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

પારો સ્થિર છતાં એકાએક ઠંડો પવન ફુંકાયો

કચ્છના નલીયા કરતા રાજકોટમાં લઘુતમ તાપમાન નીચુઃ રાત્રે અને સવારે ઠંડક યથાવત

રાજકોટ, તા.૨૬: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર- કચ્છમાં ગઇકાલ સાંજથી ઠંડા પવનના સૂસવાટા ફુંકાયા હતા અને તેના કારણે સવાર સુધી ઠંડકનો અહેસાસ થયો હતો. જો કે લઘુતમ તાપમાનનો પારો ઉંચો ચડયો છે.

કચ્છના નલીયામાં ૧૪.૬ ડિગ્રી અને રાજકોટમાં ૧૪.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે એટલે કચ્છના નલીયા કરતા રાજકોટમાં લઘુતમ તાપમાન નીચુ ગયુ છે.

કાલે બુધવારે ઠંડીનો પારો એક ડિગ્રી વધતા તાપમાન ૧૪ ડિગ્રીએ પહોંચ્યુ હતું. જો કે ડીસેમ્બર માસમાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી નીચે જશે. આ સમયગાળા દરમિયાન ઉત્તર પૂર્વના પવનો ફુંકાશે અને હિમવર્ષાને કારણે ઠંડી વધશે. તેમ હવામાન ખાતાએ જણાવ્યું હતું.

હવામાન ખાતાના જણાવ્યાનુસાર બુધવારે લઘુતમ તાપમાન ૧૪.૧ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩૧.૪ ડિગ્રી રહ્યું હતું. જયારે પવનની ઝડપ ૧૪ કિલોમીટર પ્રતિ કલાક રહી હતી અને હવામાં ભેજનું પ્રમાણ ૩૩ ટકા રહ્યું હતું. જયારે મંગળવારે લઘુતમ તાપમાન ૧૩.૨ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી હતું. પવનની ઝડપ ૧૨ કિલોમીટરની રહી હતી. વધુમાં હવામાન ખાતાના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સુકા પવનો અને હિમવર્ષાને કારણે છેલ્લા ત્રણ ચાર વર્ષની સરખામણીએ આ વર્ષે નવેમ્બર માસમાં ઠંડી પડવાની વહેલી શરૂઆત થઇ છે.

અન્યથા નવેમ્બર માસમાં ઠંડીનો પારો કયારેય ૧૨ ડિગ્રીથી નીચે જતો નથી તેના બદલે આ વખતે ઠંડીનો પારો ૧૧ ડિગ્રીએ પહોંચ્યો છે. નવેમ્બર માસના અંતમાં અને ડીસેમ્બર માસની શરૂઆતમાં ઠંડી વધશે.

જુનાગઢ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ સહિતના વિસ્તારોમાં આજે સવારથી પવન ફુંકાતા તાપમાનમાં વધારો થયો છે અને ઠંડી નહિવત થઇ ગઇ છે.

છેલ્લા બે દિવસથી સોરઠનાં હવામાનમાં પલ્ટો આવેલ છે. ગઇકાલે સવારે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૧૬.૨ ડિગ્રી રહ્યા બાદ આજે સવારે તાપમાનનો પારો ઉપર ચડીને ૧૯ ડિગ્રીએ સ્થિર થતાં ઠંડી ગાયબ થઇ ગઇ હતી.

પરંતુ આજે સવારથી ૭.૨ ડિગ્રીની ઝડપે પવન ફુંકાતા જનજીવનને અસર થઇ છે. સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૪ ટકા રહ્યું હતું.(૨૩.૮)

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ર૬.પ મહત્તમ ૧૭ લઘુતમ ૬૪ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯.૯ પ્રતિ કલાક પવનની ગતિ રહી છે. (પ-૧૧)

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ તાપમાન

અમદાવાદ

૧૮.૦ ડીગ્રી

ડીસા

૧૬.ર ડીગ્રી

વડોદરા

૧૯.૪  ડીગ્રી

સુરત

ર૦.૦  ડીગ્રી

રાજકોટ

૧૪.૪  ડીગ્રી

કેશોદ

૧૬.૪  ડીગ્રી

ભાવનગર

૧૮.૦  ડીગ્રી

પોરબંદર

૧૭.૬  ડીગ્રી

વેરાવળ

૧૯.૪  ડીગ્રી

દ્વારકા

૧૯.ર  ડીગ્રી

ઓખા

ર૦.પ  ડીગ્રી

ભુજ

૧૬.ર  ડીગ્રી

નલીયા

૧૪.૬  ડીગ્રી

સુરેન્દ્રનગર

૧૬.૮  ડીગ્રી

ન્યુ કંડલા

૧૭.૧  ડીગ્રી

કંડલા એરપોર્ટ

૧૬.૬  ડીગ્રી

અમરેલી

૧૬.૧  ડીગ્રી

ગાંધીનગર

૧૭.૦  ડીગ્રી

મહુવા

૧૮.૭  ડીગ્રી

દિવ

૧૯.૦  ડીગ્રી

વલસાડ

૧૪.પ   ડીગ્રી

વલ્લભ વિદ્યાનગર

૧૮.૩  ડીગ્રી

(11:43 am IST)