Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

લગ્નનાં ફોર્મ મુદ્દે મામલતદાર કચેરીએ કંકોત્રી સાથે વાલીઓનાં દેખાવો

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા. ૨૬: મામલતદાર દ્વારા હજુ ૨૪ કલાક પહેલાં જાહેરનામું પ્રસિદ્ઘ કરેલ કે ધોરાજી શહેરમાં લગ્ન પ્રસંગ તથા અન્ય પ્રસંગો બાબતે ધોરાજી નગરપાલિકાને સત્ત્।ા સોપવામાં આવી છે અને પચાસ માણસોની મર્યાદામાં તેમજ દિકરીના લગ્ન હોય તો વધુમાં વધુ સો માણસોની મર્યાદામાં લગ્ન સમારંભ યોજવો જે બાબતે ધોરાજી નગરપાલિકા ના ચીફ ઓફિસર ને તપાસ કરવાની તેમજ ફોર્મ વિગેરે ભરવાની સત્ત્।ા આપવામાં આવી હતી જેથી આજરોજ ધોરાજી નગરપાલિકા કચેરી ખાતે અનેક પરિવારોએ નગરપાલિકા કચેરીમાં ફોર્મ ભરેલા અને થોડા જ સમયમાં ધોરાજી મામલતદારે તાત્કાલિક અસરથી નગરપાલિકા પાસેથી સત્ત્।ા આંચકી લેતા અને હવે ધોરાજી મામલતદાર કચેરી ખાતે દસ પાનાનો ફોર્મ ભરવા નો આદેશ કરતા લોકોમાં રોષ વ્યાપી ગયો હતો

મામલતદાર કચેરી ખાતે ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઇ વોરા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ધોરાજી ખેડૂત નેતા ધીરુભાઈ કોયાણી દિકરીના વાલી દિલીપભાઈ અગ્રાવત વિગેરે દીકરીના વાલીઓ મોટી સંખ્યામાં દોડી આવ્યા અને નાયબ મામલતદારને કીધું કે દસ પાનાનું ફોર્મ કેવી રીતે ભરવુ લગ્ન પ્રસંગમાં કોણ આવશે એ અમને થોડી ખબર હોય તેમના આધારકાર્ડ નંબર અને એમના નામ અમે કેવી રીતે આપી તો શું અમારે લગ્ન કરવા નહીં અચાનક આવો પરિપત્ર જાહેર કરવાનો મતલબ શું તે બાબતે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ (ચેમ્બર ઓફ કોમર્સ) ના પ્રમુખ લલીતભાઇ વોરા એ ઉગ્ર રજૂઆત કરી હતી

નાયબ મામલતદાર શું કહે છે.....?

ધોરાજીના નાયબ મામલતદાર ડી.ડી નંદાણીયા ને દીકરીના વાલીઓની રજુઆત સાંભળી ને જણાવેલ કે ધોરાજી મામલતદારે જે પરિપત્ર બહાર પાડયો હતો તે જિલ્લા કલેકટરની સૂચનાથી બહાર પાડ્યો હતો બાદ થોડી વારમાં જ પ્રાંત કચેરી ખાતેથી ફરી નવો આદેશ આપ્યો કે નગરપાલિકા પાસે આ પ્રકારની સતાં નથી જેથી કરીને  ફોર્મ ભરવાના હતા એ પ્રકારે ફરી જુના ફોર્મ ભરવાના આદેશ આવ્યો છે જેથી નગરપાલીકાના ફોર્મ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યા છે પરંતુ બે દિવસની અંદર કોઈના લગ્ન હોય તો લગ્ન અટકશે નહીં માત્ર ફોર્મ ભરી દે આધારકાર્ડ નંબર ન હોય તો પણ ચાલશે દીકરીના નામ સરનામાં વેવાઈ ના નામ સરનામાં ભરીએ તોપણ ચાલશે કોઈએ ગભરાવાની જરૂર નથી અમે કયાંય ચેકિંગ કરવા આવસુ નહીં તે પ્રકારનો જવાબ આપ્યો હતો.

(11:35 am IST)