Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

ઉનામાં દુર્ગંધ મારતું પ્રાચીન હીરા તળાવ

તળાવમાં બેફામ ફેંકાતો કચરો અને પ્લાસ્ટિકઃ કાચબા અને માછલીના જીવ જોખમમાં: કાયાપલટ કરવા તંત્ર વિચારશે ખરા...?

(નવીન જોષી દ્વારા) ઉના તા. ર૬ :.. મધ્યમાં પ્રાચીન હિરા તળાવમાં જાળવણીનાં અભાવે પાણીમાં કચરો અને પ્લાસ્ટીક ફેંકી  ગંદુ કરતાં માછલા-કાચબાનાં જીવ જોખમમાં મુકાયા છે ગંદકીથી તળાવ દુર્ગંધ મારતા લોકો પાળે બેસી પણ શકતા નથી તેવી સ્થિતી છે.

પ્રાચીન હીરા તળાવ તેમાં ચોમાસાનું પાણી ભરાતાં જળસર જીવો માછલા-કાચબાઓ રહે છે. પરંતુ તળાવની જાળવણીના અભાવે લોકો તળાવમાં બેરોકટોક કચરો પ્લાસ્ટીક વિગેરે નાખી દેતા પાણીમાં સડવાથી અતિ દુર્ગંધ મારે છે. ઘણા લોકો તથા સીનીયર સીટીઝન લોકો સવાર-સાંજ ચાલવા તથા પાળીએ બેસવા આવે છે. ત્યારે શુધ્ધ હવાને બદલે દુર્ગંધ મારતા બેસી શકાતુ નથી. અને અંદર પાણીમાં રહેલ માછલા ત્થા કાચબાનો જીવ જોખમમાં છે.

તળાવમાં કમળના પાંદડા પણ ખીલ્યા છે. કમળનાં ફુલ પણ છે. નગરપાલીકા દ્વારા તળાવની અંદર સફાઇ કરાવાય અને ઝાડી, ઝાખરા, કાંટા દુર કરી તળાવમાં કચરો અને પ્લાસ્ટીક નાખનારને રોકે તેવી લાગણી છે. ઘણા શહેરોમાં તળાવનાં બ્યુટી ફીકેશન માટે કામગીરી કરાય છે. ત્યારે ઉનામાં પણ જો તળાવએ સુંદર બનાવી ફરવા લાયક સ્થળ બનાવવા ઉનાનાં આગેવાનો વિચારશે ખરા ?

(11:33 am IST)