Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

ઉના પીપલ્સ કો-ઓપ. બેન્ક લી.નો ગત વર્ષની સરખામણીમાં ૧૮.૯ર લાખનો વધુ નફો

ધીરાણોમાં ૪૪.૦૩ લાખનો વધારો : બેન્કની વાર્ષિક સાધારણ સભા મળી

ઉના, તા.ર૬ : ધી ઉના પીપલ્સ કો-ઓપ બેંક લી. ઉનાની ૩૬મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. આ સાધારણ સભાની શરૂઆતમાં ગત વર્ષની સાધારણ સભામાં કરેલ કાર્યવાહીને બહાલી આપવામાં આવેલી તેમજ ચાલુ વર્ષની મીટીંગના એજન્ડા વંચાણે લેવામાં આવ્યા હતાં.

વિશેષમાં સને ર૦૧૮-૧૯ના વર્ષમાં ચોખ્ખો નફો રૂ. ૭પ.૬૩ લાખનો હતો જેની સરખામણીએ ચાલુ વર્ષ ર૦૧૯-ર૦નો નફો રૂ. ૯૪.પપ લાખનો થયેલ, ઉપરાંત બેંકની થાપણોમાં રૂ.૩ર૯.૬૧ લાખનો તેમજ ધીરાણોમાં રૂ.૪૪.૦૩ લાખનો વધારો થયેલ છે જે બેંકની પ્રગતિ દર્શાવે છે... તેમજ ચાલુ વર્ષ કોરોનાની મહામારીને લીધે રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયા દ્વારા કરવામાં આવેલ સુચન મુજબ તેઓ તરફથી પરવાનગી મળ્યા બાદ જ સભાસદોને ૧૦ ડીવીડન્ડ ચૂકવવામાં આવશે.

આ સાધારણ સભામાં ચાલુ વર્ષ માટે ઓડીટર તેમજ કન્કરન્ટ ઓડીટરની નિમણૂંક સર્વાનુમેતે કરવામાં આવેલ હતી. બેંકના ચેરમેન મહેન્દ્રભાઇ એમ ગટેચાએ તમામ સભાસદો, સાથી ડીરેકટર મિત્રો તેમજ તમામ કર્મચારીગણનો બેંકના સફળ વહીવટમાં સહયોગી બનવા બદલ આભાર માનેલ અને બેંક પણ આ પ્રગતિમાં કદમથી કદમ મીલાવશે તેવી ખાતરી આપેલ હતી.

આ સાધારણ સભામાં બેંકના સભાસદો તેમજ પૂર્વ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ પરસોતમભાઇ ઠુંમર, ગ્રેઇન મર્ચન્ટ એસો. પ્રમુખ અબ્બાસભાઇ સુમરાણી, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રામભાઇ વાળા વી.એ પણ સમગ્ર બોર્ડ તેમજ સ્ટાફની કામગીરી બિરદાવી હતી.

સભાના આયોજન માટે બેંકના જન મેનેજર હરેશભાઇ પેશવાણી તેમજ તમામ કર્મચારી મિત્રોએ જહેમત ઉઠાવી હતી તેમજ આ સાધારણ સભાનું સંચાલન સુરેશભાઇ જોષી દ્વારા કરવામાં આવેલ હતું.

(11:32 am IST)