Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની ૧ લાખ ગુણીની આવક

ગોડલઃ માર્કેટયાર્ડના ચેરમેન ગોપાલભાઇ શિંગાળાએ જણાવ્યું હતું કે માર્કેટ યાર્ડમાં મગફળીની ૧ લાખ ગુણી ની આવક થયેલ છે. અગાઉ ૨ લાખ આજુ બાજુ ગુણીની આવક કરતા હાલમાં આવકમાં ઘટાડો થયેલ છે. જાડી મગફળીના ૨૦ કીલોના ૭૨૫ થી ૧૧૨૧ તેમજ જીણી મગફળીના ૭૨૫ થી ૧૧૧૧ સુધીના ભાવ થયા હતા. હાલ મગફળીની આવક બંધ કરવામાં આવેલ છે.(અહેવાલઃ જીતેન્દ્ર આચાર્ય, તસ્વીરઃ ભાવેશ ભોજાણીઃ ગોંડલ)

(11:29 am IST)
  • તેલંગણામાં યોજાનારી મ્યુ.કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલા અસદુદીન ઓવેસીની વડાપ્રધાન શ્રી મોદીને ચેલેન્જ : જો તમે બીજેપીને જનતાનું સમર્થન છે તેવું માનતા હો તો મારા સંસદીય મત વિસ્તારમાં આવીને તમારી પાર્ટીનો પ્રચાર કરો : હૈદરાબાદમાં પ્રચાર કરવાથી તમારી પાર્ટી કેટલી સીટ જીતે છે અને મારી પાર્ટીને કેટલી સીટ મળે છે તે જોઈ લેજો : બીજેપીના પ્રચારકો જુઠાણું ફેલાવવા સિવાય બીજું કશું જ કરતા નથી : AIMIM પાર્ટી લીડર તથા હૈદરાબાદના સાંસદ અસદુદીનનો હુંકાર access_time 7:52 pm IST

  • ૨૦૨૧માં હરિદ્વારમાં ઉતરાખંડ સરકાર દ્વારા આયોજીત મહાકુંભની તૈયારીઓનો રીપોર્ટ આપો : નૈનીતાલ હાઈકોર્ટ access_time 4:00 pm IST

  • બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનમાં કૌભાંડ મામલે ખેડા શહેરમાં ACBના ઉચ્ચ અધિકારીઓના દરોડા : ICICI બેંક અને HDFC બેંકમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું access_time 12:02 am IST