Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

જાફરાબાદ તાલુકાના રોહિસા થી રત્નેશ્વર રોડનું ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા ખાતમુહૂર્ત

ચુંટણી સમયે પાંચ વર્ષમાં રોડ બનાવવા માટે વચન આપ્યુંએ પૂર્ણ કર્યુ

 સાવરકુંડલા,તા.૨૬ : જાફરાબાદ તાલુકાના રોહિસા ગામથી રત્નેશ્વર મહાદેવ સુધી માર્ગ વર્ષો થી બિસ્માર હાલતમાં હતો. આ ગામની સૌથી પહેલી માંગ પણ હતી. તેમજ આ વિસ્તારના યુવા ધારાસભ્ય અંબરીષ ડેર જયારે વર્ષ ૨૦૧૭ ની વિધાનસભાની ચુંટણી સમયે રોહિસા ગામમાં જાહેર સભામાં વચન આપ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં રોહિસા થી રત્નેશ્વર મહાદેવને જોડતો રોડ જો ના બને તો પાંચ વર્ષ બાદ મત માંગવા નહીં આવું ત્યારે ધારાસભ્ય દ્વારા ચુંટણી સમયે આપેલ વચન આજ પૂર્ણ કર્યું છે

ચુંટણી જીતવા માટે ઘણાં નેતાઓ ખાલા વચનો આપતા હોય છે પરંતુ રાજુલાનાં ધારાસભ્ય દ્વારા આપેલા વચનો ઈમાનદારી અને પ્રમાણિકતા થી પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ છે ત્યારે અંદાજે રૂ. ૧.૪૦ કરોડની રકમનો મંજૂર થયેલ રોહિસા થી રત્નેશ્વર રોડનું ધારાસભ્ય અંબરીશભાઈ ડેરનાં હસ્તે ખાતમુહૂર્ત કર્યું હતું. આ તકે પ્રદેશ કોંગ્રેસનાં આગેવાન પ્રવિણભાઈ બારૈયા, પ્રકાશભાઈ બાંભણીયા, ભીમભાઈ બારૈયા, કાદરભાઈ જાડેજા, મુનાભાઈ વાળા, નારણભાઈ બાંભણીયા, છગનભાઈ વાઘેલા, ભુપતભાઈ વાઘેલા, ભરતભાઈ બારૈયા, વિજયભાઈ બાંભણીયા, હમીરભાઈ સાંખટ, રામભાઈ રાઠોડ, ભુપતભાઈ સાંખટ, ડાયાભાઈ મકવાણા, છગનભાઈ નાનુભાઈ, દેવાભાઈ વાદ્યેલ, માઘુભાઈ વાંજા, દુદાભાઈ પરમાર, તેમજ રતશ્વર મહાદેવ મંદિરના પૂજારી જમનાગીરી શંકરગીરી, વિમલભાઈ જોષી સહિતના સ્થાનિક યુવાનો આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:27 am IST)