Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

ઘોઘા-હજીરા રોપેક્ષ ફેરી સર્વિસ બાદ ભાવનગરથી મુંબઈની નવી જળમાર્ગ કનેક્ટિવિટીનો સર્વે શરૂ

ઘોઘા-હજીરા રોપેક્ષ ફેરી સર્વિસ ચાલુ થતા બાદ રોડ પર થતા પરિવહન સમયમાં ઘટાડો થયો છે, તેમજ ટ્રાન્સપોર્ટેશન સહેલું થતા માલ પરિવહનમાં પણ ઝડપ આવતા ઉદ્યોગ જગતમાં પણ નવી ક્રાંતિનું નિર્માણ પણ આવનાર દિવસોમાં જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો અને વ્યાપારિક દ્રષ્ટિએ નજીક આવવાના છે અને તેનો સીધો લાભ ભાવનગર જિલ્લાને મળવા જઈ રહ્યો છે. આ ઉપરાંત ઘોઘા-હજીરા ફેરી સર્વિસ બાદ સરકાર દ્વારા ઘોઘા-મુંબઈ ફેરી સર્વિસ ચાલુ કરવા વિચારણા કરવામાં આવી રહી છે. ઘોઘા-મુંબઇ રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ થવાથી ભાવનગરથી મુંબઇ વચ્ચે વધુ એક કનેક્ટિવિટી પ્રાપ્ત થશે. ભાવનગર-મુંબઇ વચ્ચે રેલ, સડક અને હવાઇ કનેક્ટિવિટી છે, હવે જળમાર્ગથી આ બંને શહેરોને જોડવા માટેનો સર્વે કરવામાં આવી રહ્યો છે

(9:39 am IST)
  • સરહદે પાકિસ્તાનના સતત વાંદરવેડા : જમ્મુ કાશ્મીરના પૂંછના કસ્બા અને કિરની સેકટરમાં પાકિસ્તાને ફરી સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ : ભારતીય જવાનો જવાબ આપી રહ્યા છે access_time 5:03 pm IST

  • અનુપ જલોટાને બી.એ.ની ડીગ્રી : વિખ્યાત ગાયક અનુપ જલોટાને ૪૬ વર્ષ બાદ બી.એ.ની ડીગ્રી મળી છે. તેઓએ ૧૯૭૪માં લખનઉ યુનિવર્સીટીમાંથી ગ્રેજયુએશન કર્યુ હતું. access_time 4:00 pm IST

  • મોડી રાત્રે કાશ્મીરના કેટલાક ભાગોમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો. વધુ વિગત મેળવાય રહી છે. access_time 1:09 am IST