Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

ભાવનગર હવે મુંબઈથી રેલ,સડક,હવાઈ બાદ જળમાર્ગથી જોડાશે : નવી કનેક્ટિવિટીનો સર્વે

ઘોઘા-હજીરા ફેરી સર્વિસ બાદ હવે ઘોઘા-મુંબઈ ફેરી સર્વિસ ચાલુ કરવા વિચારણા

ભાવનગર : ઘોઘા-હજીરા રોપેક્ષ ફેરી સર્વિસ ચાલુ થતા બાદ રોડ પર થતા પરિવહન સમયમાં ઘટાડો થયો છે, તેમજ ટ્રાન્સપોર્ટેશન સહેલું થતા માલ પરિવહનમાં પણ ઝડપ આવતા ઉદ્યોગ જગતમાં પણ નવી ક્રાંતિનું નિર્માણ પણ આવનાર દિવસોમાં જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો અને વ્યાપારિક દ્રષ્ટિએ નજીક આવવાના છે અને તેનો સીધો લાભ ભાવનગર જિલ્લાને મળવા જઈ રહ્યો છે. આ ઉપરાંત ઘોઘા-હજીરા ફેરી સર્વિસ બાદ સરકાર દ્વારા ઘોઘા-મુંબઈ ફેરી સર્વિસ ચાલુ કરવા વિચારણા કરવામાં આવી રહી છે

. ઘોઘા-મુંબઇ રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ થવાથી ભાવનગરથી મુંબઇ વચ્ચે વધુ એક કનેક્ટિવિટી પ્રાપ્ત થશે. ભાવનગર-મુંબઇ વચ્ચે રેલ, સડક અને હવાઇ કનેક્ટિવિટી છે, હવે જળમાર્ગથી આ બંને શહેરોને જોડવા માટેનો સર્વે કરવામાં આવી રહ્યો છે

(9:36 am IST)