Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

ઉના : બાઇકની સીટ નીચે ચોરખાનામાં દારૂની ૧પ બોટલ લઇ જતો યુવાન ઝડપાયો

ઉના, તા.ર૬ : કેસરીયા ગામના બસ સ્ટેશન પાસે મોટર સાયકલની સીટ નીચે બનાવેલ ચોરખાનામાં છુપાવી લઇ જવાતો ૧પ બોટલ ઇંગ્લીશદારૂ સાથે યુવાનને પકડી પાડયો હતો.

હેડ કોન્સ્ટેબલ નીલેશભાઇ છગનભાઇ મૈયા તથા ભીખુશા બચુશા પેટ્રોલીંગમાં હતાં ત્યારે એક મોટર સાયકલ નંબર જીજે-૧૧-બી-પ૮૯૧ ઉપર આવતા ચાલક વિનોદભાઇ ભોળાભાઇ રે. ભેભા તા. ઉના વાળાને રોકાવી મોટર સાયકલની સીટ નીચે બનાવેલ ચોરખાનામાં સંતાડેલી પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૧પ તથા મોટર સાયકલ મળી કુલ રૂપિયા ર૩૪૮૦ના મુદામાલ સાથે પકડી ઉના લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

(11:40 am IST)