Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

સોમનાથ દરિયામાં તરતી બોટનો રાત્રીના સમયે દિવડા-રોશનીનો નયનરમ્ય અદ્ભુત નજારો

પ્રભાસ-પાટણ :.. વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર સાનિધ્યે આવેલ ઘુઘવતા મોજાની લહેરોવાળા દરિયામાં માછીમારી - વ્યવસાયીક બોટો સાગરની હથેળીમાં તરતી રહેતી જ હોય છે. પરંતુ રાત્રિના અંધકારમાં એ દરેક બોટમાંની લાઇટ એવુ સુંદર નયનરમ્ય કતારબંધ ઝળહળા રોશનીનું દ્રશ્ય સર્જે છે કે પ્રવાસીઓ-યાત્રિકો અદ્ભુત સુપર મનોમન કહી ઊઠે છે. દરિયામાં તરતી અસંખ્ય બોટોની ઝળહળા લાઇટો એક કતાર સમાન જેમ કે કોઇ લાંબામાં - લાંબી ટ્રેન રાત્રીના ઊભી હોય અથવા સામે જાણે મોટું નગર હોય તેવું આ લાઇટીંગ જોઇને અનુભૂતિ થાય છે. વર્તુળાકાર દ્રષ્ટી કરો તો આખોય દરિયો રોશનીમય સુંદર દ્રશ્ય ખડું કરે છે. (તસ્વીર - અહેવાલ : મીનાક્ષી ભાસ્કર વૈદ્ય -પ્રભાસ પાટણ)

(11:25 am IST)