Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

ગાંધીધામ GIDC વિસ્તારમાં આગ ભભૂકી :ભંગારના વાડામાં આગ લાગતા ફાયર ફાયટરની ટીમો પહોંચી

ભંગારના સામાનમાં આગને લઈ સ્થાનિક ફાયર ટીમોએ તેને કાબૂમાં લેવા માટે જહેમત ઉઠાવી

કચ્છ જિલ્લામાં ગાંધીધામ વિસ્તારમાં ભંગારવાડા વિસ્તારમાં આગની ઘટના બની છે. GIDC વિસ્તારમાં આ આગ લાગી છે. GIDC વિસ્તારમાં આગ લાગવાને લઈ 4 જેટલા ફાયર ફાયટરની ટીમો સ્થળ પહોંચી હતી. ભંગારના સામાનમાં આગને લઈ સ્થાનિક ફાયર ટીમોએ તેને કાબૂમાં લેવા માટે જહેમત ઉઠાવી હતી. આગની ઘટનામાં રાહતની વાત એ હતી કે, કોઈ જાનહાનીના સમાચાર સામે નથી આવ્યા. આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.

(6:16 pm IST)