Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

જામનગર જિલ્લાના વિવિધ તાલુકામાં આર.ટી.ઓ. કચેરી દ્વારા વાહન ફીટનેસ કેમ્પનું આયોજન કરાશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.26 

 જામનગર જિલ્લાના તમામ નાગરિકો જિલ્લાના વિવિધ તાલુકાના સ્થળો પર વાહનોના ફીટનેસ ઈન્સપેકશન કેમ્પનો લાભ લઈ શકશે. જે મુજબ, આર.ટી.ઓ. કચેરી, જામનગર દ્વારા કાલાવડમાં મુ. GEB ઓફિસની સામે, વાવડી રોડ પાસે આગામી તા.29/09/2023 ના રોજ, લાલપુરમાં તા.30/09/2023 ના રોજ લાલપુર માર્કેટિંગ યાર્ડની સામે, 66 KV બાજુનું મેદાન આગળ યોજાશે. તેમજ જામજોધપુર તાલુકામાં જામજોધપુર ગૌશાળા પાસે, નદીના કાંઠા પરનું મેદાનમાં તા.30/09/2023ના રોજ, તમામ પ્રકારના વાહનોનો ફીટનેસ ઈન્સ્પેકશન કેમ્પ યોજાશે.

ઉકત જણાવેલા સ્થળ અને તારીખે માત્ર અહીંયા જણાવેલી વિગતે જ વાહનોના ફીટનેસ ચેકીંગ થશે. ફીટનેસ રીન્યુઅલ માટે આવતા અરજદારોએ ઓનલાઈન અરજી અને ફી પેમેન્ટ કરીને ફિટનેસ કામગીરી કરાવવા જવાનું રહેશે. જે વાહનોનું પી.યુ.સી. સર્ટિફિકેટ ઓનલાઈન કઢાવેલું હશે, તેનું જ ફિટનેસ ઈન્સ્પકેશન કરી આપવામાં આવશે. તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(5:23 pm IST)