Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

મોરબી રેલ્વે સ્ટેશનમાં દાઝી ગયેલ વ્યક્તિનું સારવારમાં મોત.

રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા જ્યાં સારવાર મોત નીપજ્યું: પરિવારમાં કરુંણ કલ્પાંત સર્જાયો

મોરબી રેલ્વે સ્ટેશનમાં રેલ્વે કર્મચારી દાઝી જતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હોય તેમજ રાજકોટ સારવાર દરમિયાન મૃત્યુ નીપજયુ હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસની ટીમે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ધકાવાળા મેલડીમાના મંદીર સામે ન્યુ રેલ્વેકોલોની રહેતા ૩૫ વર્ષીય બીપીનભાઇ ભનુભાઇ ડાઠીયા ગત તા. ૨૫ ના રોજ દાઝી જતા તેને સારવાર માટે રાજકોટ ખસેડવા માં આવ્યો હોય  જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું  હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધ હતી જેમાં જણાવ્યું છે કે કચરો સળગાવવા માટે કેરોસીનથી ભરેલ પ્લાસ્ટીકના શીશામાંથી કેરોસીન નાખતા હતા. એ સમયે અચાનક શીશો હાથમાંથી પડી જતા કેરોસીન તેમના શરીર પર પડ્યું હતું અને તેમના આખા શરીરે આગ ફેલાઈ ગઈ હતી. જેથી તેમને પ્રાથમીક સારવાર અર્થે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આયા હતા ત્યાંથી  તેમને વધુ સારવાર અર્થે  રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર તેમનું મોત નીપજ્યું હતું. જેને પગલે પરિવારમાં કરુંણ કલ્પાંત સર્જાયો હતો.
આ અંગેની જાણ મોરબી સીટી એ ડિવીઝન પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સી.આર.પી.સી કલમ-૧૭૪ મુજબ ગુનો વધુ તપાસ હાથ ધરી છે.

(12:52 am IST)