Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

દ્વારકા ખાતે તા.૧ ઓક્ટોબરના આરટીઓ કેમ્‍પ યોજાશે

દેવભૂમિ દ્વારકા:સહા.પ્રાદેશિક વાહન વ્‍યવહાર કચેરી,ખંભાલીયાના  મોટર વાહન નિરક્ષકશ્રીના દર માસે તાલુકા મથકે કેમ્‍પો  રાખવામાં આવતા હોય છે. આગામી તા. ૦૧/૧૦/૨૦૨૨ના રોજ સર્કીટ હાઉસ પાછળનું મેદાન, દ્ધારકા ખાતે કેમ્‍પ યોજાશે. આ સમયગાળા દરમ્‍યાન જાહેર રજા, કુદરતી આપતિ કે ચૂંટણીને લગતી કામગીરી આવશે તો આ કેમ્‍પ રદ કરવામાં આવશે તેમ એ.આર.ટી.ઓ. દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

(12:33 am IST)