Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

બાબરા કૈલાસ મોક્ષ ધામ ખાતે શિવાનંદ મિશનના ઉપક્રમે યોજાતા નેત્ર નિદાન કેમ્પમાં ૧૦૦ દર્દીના મોતિયાના ઓપરેશનો કરાયા

  બાબરા : ધૂળિયા પ્લોટ વિસ્તારમાં આવેલા કૈલાસ મોક્ષ ધામ ખાતે શિવાનંદ મિશન વીરનગર અને જીલ્લા અંધત્વ નિવારણ સમિતિના ઉપક્રમે મુખ્ય દાતા સ્વ.હેમકુવરબેન રમણીકલાલ ભુપતાણી પરિવારના સહયોગ કૈલાસ મોક્ષ ધામ કાર્યવાહક કમિટી ના આયોજન તળે પ્રતિ કે માસ ના ચોથા રવિવારે યોજાતા નેત્ર નિદાન અને સારવાર કેમ્પ માં ૬૦૦ થી વધુ દર્દી નારાયણો ને વિનામૂલ્યે તપાસ અને જરૂર જણાતા તમામ ને ડ્રોપ્સ ટીપા તેમજ ૧૦૦ દર્દી ને આંખના વિના મુલ્યે મોતિયાના ઓપરેશન કરી આપવામાં આવ્યા હતા.  આયોજક અને દાતા પરિવારના જણાવ્યા મુજબ આ વિના મુલ્યે યોજાતા નેત્ર નિદાન સારવાર ઓપરેશન કેમ્પમાં સૌ કોઈ માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દર્દી ને ઓપરેશન માટે શિવાનંદ મિશન દ્વારા વાહન મારફત વીરનગર ખસેડી ત્યાં રહેવા જમવા સહિતની વ્યવસ્થા ફ્રી કરવામાં આવી છે અને તમામ દર્દી ને ઓપરેશન બાદ પરત વાહન મારફત બાબરા સુધી મુકી જવામાં આવે છે. આગામી તા.૨૩ ધનતેરસના દિવસે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને દરેક મહિનાના ચોથા રવિવારે કૈલાસમોક્ષ ધામ ખાતે અવિરત વિના મુલ્યે નેત્ર સારવાર ઓપરેશન નિદાન યોજાશે વધુ માં વધુ દર્દી લાભ લેવા દાતા આયોજક પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

(1:31 pm IST)