Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

મોરબી એલીટ એજ્‍યુકેશન ગ્રુપ સંચાલિત 2nd હોમ પ્રિસ્‍કૂલમાં નવરાત્રી

મોરબી : હિંદુ સંસ્‍કળતિને ઉજાગર કરવા માટે એલીટ એજ્‍યુકેશનલ ગ્રુપ સંચાલિત 2ndહોમ પ્રિ-સ્‍કૂલમાં નવરાત્રિ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું. નવરાત્રિ મહોત્‍સવનો શુભારંભ એલીટ ગ્રુપના -ેસિડન્‍ટ કલોલાસર તથા એલીટ કેમ્‍પસ ડિરેક્‍ટર  રવિનભાઈના વરદ્‌ હસ્‍તે માં અંબાની આરતી ઉતારીને કરવામાં આવી હતી. ત્‍યારબાદ ૨ઁફુ હોમ પ્રિ-સ્‍કૂલમાં ટોડલર, નર્સરી, ધ્‍૧, ધ્‍૨ માં અભ્‍યાસ કરતા ભૂલકાંઓ, તેમના વાલીશ્રીઓ, સગાં-સંબંધીઓ અને એલીટ પરિવાર રાસ-ગરબામાં એક તાલે બધા જ ઝૂમી ઉઠ્‍યાં હતા. 2nd હોમ પ્રિ-સ્‍કૂલમાં અનેરી રીતે નવરાત્રી મહોત્‍સવની ભવ્‍યાતિ ભવ્‍ય ઉજવણી કરી અને સ્‍વરૂચિ ભોજન -સાદ સ્‍વરૂપે સ્‍વીકારીને તમામ સભ્‍યો છૂટા પડ્‍યા હતા.

(1:24 pm IST)