Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

પોરબંદર અને કુતિયાણામાં રન ફોર ડેવલોપમેન્‍ટ મેરેથોનમાં જોડાયેલા

૮ વર્ષના બાળકને ગીફટ તથા પ્રથમ ત્રણ વિજેતાઓને ઇનામો

પોરબંદર તા. ૨૬ : પોરબંદર અને કુતિયાણા બંનેમાં યોજાયેલી રન ફોર ડેવલોપમેન્‍ટ મેરેથોન ૨૦૨૨માં મોટી સંખ્‍યામાં યુવાનો ઉત્‍સાહભેર જોડાયા હતા. આ મેરેથોનમાં આઠ વર્ષનો બાળક મહર્ષિ લાખાણીએ ભાગ લેતા તેને આગેવાનોએ બિરદાવ્‍યો હતો અને ગીફટ આપી હતી તેમજ મેરેથોનમાં વિજેતા પ્રથમ ત્રણ યુવકો અને ત્રણ યુવતીઓને ઇનામો અપાયા હતા.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીજી જન્‍મદિવસ ઉજવણી તા. ૨ ઓકટોબર- ગાંધી જયંતિ સુધી ચાલશે તે દરમ્‍યાન પ્રદેશ ભાજપની યોજનાનુસાર વિવિધ સેવાકીય કાર્યો વડે સેવા પખવાડિયા અંતગર્ત પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્‍યક્ષ ડો. પ્રશાંત કોરાટની અધ્‍યક્ષતામાં રાજયભરમાં તમામ જિલ્લામાં વિધાનસભા સીટીદીઠ અને મહાનગરમાં ભાજપ યુવા મોરચા ધ્‍વારા રન ફોર મેરેથોનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તે અંતર્ગત જીલ્લા ભાજપ પ્રમુખ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા, મહામંત્રી અશોકભાઈ મોઢા, મંત્રી નિલેશભાઈ બપોદરા, રેફરી સુરેશભાઈ સિકોતરાના માર્ગદર્શન હેઠળ  ભાજપ યુવા મોરચા દ્વારા

રન ફોર ડેવલોપમેન્‍ટ મેરેથોન ૨૦૨૨નું આયોજન પોરબંદરમાં કરવામાં આવતા આ કાર્યક્રમમાં સામાજિક, સેવાભાવી સંસ્‍થાઓ, વિદ્યાર્થી મિત્રો, યુવાનો સહીત યુવતીઓ પણ મોટી સંખ્‍યામાં જોડાઇ હતી. કમલાબાગ થી ચોપાટી સુધી આ મેરેથોન યોજાઈ હતી.

યુવા મોરચાના સંગઠન પ્રભારી સુરપાલસિંહની વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી તેમજ પોરબંદર જિલ્લા યુવા મોરચાના તમામ હોદેદારો કાર્યકરો હાજર રહ્યા હતા. ૮ વર્ષના બાળક મહર્ષિ લાખાણી મેરેથોનમાં ભાગ લીધો હતો તેને આગેવાનો એ બિરદાવી હતી. રામ સ્‍વિમિંગ ક્‍લબ , વી જે મોઢા કોલેજ સહિત અન્‍ય તમામ સામાજિક - શૈક્ષણિક સંસ્‍થાઓ આ આયોજનમાં જોડાતા યુવા મોરચાએ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

આ મેરેથોનમાં પ્રથમ ૩ આવનાર યુવાનો અને પ્રથમ ત્રણ યુવતીઓને તેમજ ૮ વર્ષના બાળકને ઘડિયાળ સ્‍મૃતિચિહ્નન રૂપે ગિફટ આપીને પ્રોત્‍સાહન આપ્‍યું હતું.

આ ઉપરાંત કુતિયાણામાં પણ આ રન ફોર ડેવલોપમેન્‍ટ મેરેથોન ૨૦૨૨ સફળતાપૂર્વક યોજાઈ હતી. જેમાં ગ્રામ્‍ય પંથકના આગેવાનો, કાર્યકરો, ગ્રામજનો મોટી સંખ્‍યામાં જોડાયા હતા અને વિજેતાઓને ઇનામો અપાયા હતા.

(1:16 pm IST)