Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

રોહિશાળા ગામે પાંચ ધણખુંટને કોઈ ઝેરી પદાર્થો પીવડાવી ખવડાવીને મારી નંખાયા

 બોટાદઃ રોહિશાળાના જીવદયા પ્રેમી જીગ્નેશભાઈ સોનીએ બોટાદના ગૌરક્ષા સમિતિના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને રાજ્‍યના ઉપાધ્‍યક્ષ સામતભાઈ જેબલીયાને જાણ કરતા પોલીસ અને પશુ ડોકટરને જાણ કરી મારતી મોટરે રોહિશાળા બનાવની જગ્‍યાએ પહોંચી મરણને શરણ થયેલ ગૌવંશની ધણખુટનુ જાત નિરક્ષણ કરેલ તે દરમ્‍યાન બોટાદના પી.આઈ. તપાસ ચાલુ કરેલ તે દરમ્‍યાન પાળીયાદ થી પશુ ડોકટર આવી પહોચતા  કોઇએ ઝેરી પદાર્થ ખવડાવી દેતા મરણ પામેલ પાચે પાચ ગૌવંશ ધણખુટ નુ પી,એમ,કરી જુનાગઢ લેબોરેટરી મા મોકલી આપવા તજવીજ હાથ ધરેલ અને જાણવાજોગ ફરીયાદ લીધેલ અને લેબોરેટરી નો નેગેટિવ રીપોર્ટ આવશે તો વિશેષ ગુન્‍હો દાખલ કરવામાં આવશે યાદીમાં જણાવાયું છે.

(11:58 am IST)