Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

કચ્‍છમાં બાળકોમાં સ્‍વાઇનફલુ, ન્‍યુમોનિયા, ટાઇફોઇડ અને શ્વાસ જેવા રોગો વધ્‍યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૬: કચ્‍છમાં વરસાદી વાતાવરણ પછી બદલાતા હવામાનને કારણે બાળકોમાં વાયરલ આધારિત બીમારીનું પ્રમાણ વધુ જોવા મળતા જી.કે. જનરલ અદાણી હોસ્‍પિટલના બાળરોગ વિભાગે પણ આવા કેસમાં સઘન સારવાર આપવા કમર કસી છે અને વધુને વધુ બાળકોને સારવાર અપાય છે.

હોસ્‍પિટલના બાળરોગ નિષ્‍ણાત ડો.રેખાબેન થડાની અને રેસી.ડો.કરણ પટેલે કહ્યું કે, બદલાતી ઋતુમાં સામાન્‍ય બીમારી ઉપરાંત શ્વાસ, ડેન્‍ગ્‍યુ, મલેરીયા સાથે ઘણીવાર ટાઇફોઇડ, ન્‍યૂમોનિયા તેમજ સ્‍વાઈનફલુના ચિહ્ન ધરાવતા બાળકોને પણ અત્રે સારવાર આપવામાં આવે છે.

  હાલમાં આવું થવા પાછળના કારણ અંગે તેમણે જણાવ્‍યું કે,વરસાદ પછી મચ્‍છરોના ઉપદ્રવને કારણે દર્દીઓ વધ્‍યા છે.હોસ્‍પિટલમાં બાળકોને દાખલ કરીને પણ સારવાર આપવી પડે છે.શ્વાસ જેવા કેસમાં તો બાળકોને વેન્‍ટિલેટર પર પણ રાખવા પડે છે.બી.પી.પણ ઘટી જતું જોવા મળે છે.જેમને જરૂરી સારવાર આપી પૂર્વવત કરાય છે.

  સાવચેતી માટે ઘરની આસપાસ મચ્‍છરોના ્વોત સમાન પાણી ભરાતું અટકાવવું, બાળકોને લાંબી બાંયના કપડાં પહેરાવી શકાય, ધુમાડાથી દૂર રાખવા અને ખાસ કરીને ન્‍યૂમોનિયા અને સ્‍વાઈનફલુ માટેની રસી મુકાવી હિતાવહ છે.એમ તબીબોએ જણાવ્‍યું હતું.

(10:45 am IST)