Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ઉના સરકારી હોસ્‍પિટલમાં વિદાય સન્‍માન સમારંભ

ઉના : સરકારી રેફરલ હોસ્‍પિટલમાં   અધ્‍યક્ષ તરીકે ફરજ બજાવતા ડોકટર એન.કે.જાદવની રાજકોટ સીવીલ હોસ્‍પીટલમાં બદલી થતા ત્‍યા તેની જગ્‍યાએ નિમણુક પામેલ ડોકટર જય પાધરેશાનુ સ્‍વાગત કરવા તથા ડો.જાદવની સાડાચાર વરસ દરમ્‍યાન સરકારી હોસ્‍પીટલમાં ફરજ બજાવી લોકપ્રિય થયેલ તેમનું બહુમાન કરવા સરકારી હોસ્‍પીટલના સંકુલમાં ઉના શહેર તથા તાલુકાના આગેવાનો ઉના નગરપાલિકાના ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ (રાધે) જોશી, નગર સેવક મનોજ બાંભણીયા, કોળી મહિલા આગેવાન દિપાબેન બાંભણીયા, પુનમચંદભાઇ  ઝાલા ભાઇ દાસ, ભાઇ વાળા, રમેશબાપુ, શહેર તાલુકાના પત્રકારો, ઇલેકટ્રીક મીડીયા ના પત્રકારો મોટી સંખ્‍યામાં હાજરી આપી તેમને ચાર વરસ દરમ્‍યાન સરકારી હોસ્‍પીટલ સુવિધા યુકત બનાવી દર્દીઓની સેવા કરેલ તે બિરદાવી શાલ ઓઢાડી, પુષ્‍યગુચ્‍છ અતી વિદાયમાન આપ્‍યુ હતુ અને નવા આવેલ અધ્‍યક્ષ ડો. જયભાઇ પાધરેશાને આવકારી સ્‍વાગત કરી ઉનાની સરકારી હોસ્‍પીટલને વહેલી તકે સેમી સિવિલ ૧૦૦ બેડની હોસ્‍પીટલ બનાવવા શુભેચ્‍છાઓ આપી હતી. વિદાય સન્‍માન સમારંભ યોજાયો તે તસ્‍વીર

 

(10:22 am IST)