Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

મોટાદડવા વાઘરામબાપુના મંદિર ખાતે ભવ્ય તિથિ તેમજ ભજનનું આયોજન

બપોરે ભજન ભોજન અને ભક્તિનો સુંદર ત્રિવેણી સંગમ યોજાશે

મોટાદડવા વાઘરામબાપુના મંદિર ખાતે ભવ્ય તિથિ તેમજ ભજનનું આયોજન કરવામાં આવ્યું છે.મોટાદડવા ખાતે વાઘરામબાપુ ની જગ્યા ખાતે ભાદરવી અમાસના રવિવાર ના બપોરે ભજન ભોજન અને ભક્તિનો સુંદર ત્રિવેણી સંગમ યોજાશે

 આ તકે પૂજારી અભિનતબાપુ ગોંડલીયા દ્વારા આ તિથીનું સુચારુ આયોજન કરવામાં આવશે ભક્તસમુદાય સેવકગણ એકમેક બની જોડાશે તેમજ આ આયોજનમાં સવારના વાઘરામબાપુનું પૂજન બપોરના પ્રસાદ તેમજ સાંજના ભજનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેમાં જસદણ સંગીત ક્લાસિસના વિદ્યા ઉપાસકો જેમાં અલ્પાબેન પરમાર તેમજ તેમની સનગીતની ટીમ ભજનની રમઝટ બોલાવશે

(10:53 am IST)