Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ભાવનગર આ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી બાસ્કેટબોલ રમ્યા

ભાવનગર માં વડાપ્રધાનની મુલાકાત સંદર્ભે રોડ- શો અને જવાહર મેદાન ખાતે તૈયારીઓનું નીરિક્ષણ

(મેધના વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર તા.25ભાવનગર માં વડાપ્રધાનશ્રીની મુલાકાત સંદર્ભે રોડ- શો અને જવાહર મેદાન ખાતે તૈયારીઓનું નીરિક્ષણ કર્યાં બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવી અને શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ સીદસર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે બાસ્કેટ બોલ કોર્ટ પર જઇને બાસ્કેટ બોલની નેટમાં ગોલ કરીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

પદાધિકારીઓ સાથે જિલ્લાના વરિષ્ટ અધિકારીઓ એવાં કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, આઇ.જી. શ્રી અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા, આર.સી.એમ.શ્રી અજય દહિંયા, એસ.પી. શ્રી ડો. રવિન્દ્ર પટેલ સહિતના અધિકારીઓએ બાસ્કેટ બોલનો ગોલ કરીને પોતાની રમત ક્ષમતાનો પરિચય કરાવ્યો હતો.

પદાધિકારીઓ અને અધિકારીઓના આ પ્રયત્નને ખેલાડીઓએ તાળીઓથી વધાવી લીધો હતો.

(10:08 am IST)