Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

જામનગરના ધુંવાવ ગામ નજીક રૂપારેલ નદીમાં ત્રણ યુવકો ડૂબ્યા : બે યુવકોને સ્થાનિકોએ બચાવ્યા : અન્યની શોધખોળ

નદી કાંઠે ગ્રામજનોના ટોળા ઉમટ્યા :ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો

જામનગરના ધુવાવ ગામે નદીમાં 3 યુવાનો ડૂબી જતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.ધુવાવ ગામ પાસેથી પસાર થતી રૂપારેલ નદીમાં યુવકો બપોરના સમયે ન્હાવા માટે ગયા હતા.ત્યારે ત્રણ યુવાનો માંથી 1 યુવક નદીમાં ડૂબી ગયો છે. જ્યારે 2 યુવકોને સ્થાનિકો બચાવી લેવામાં આવ્યા અને તેની હાલત સ્થિર ગણાવવામાં આવી રહી છે. સાહિલ સીદીક નામના યુવક નદીમાં લાપતા બનતા ફાયર વિભાગ દ્વારા આ યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે. આ બનાવ બનતા નદી કાંઠે ગ્રામજનોના ટોળા ઉમટ્યા છે અને આ બનાવ બાદ પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે (તસવીરો: કિંજલ કારસરીયા, જામનગર)

(7:34 pm IST)