Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

માળીયાના હરીપર ગામ નજીકથી બીયરનો જથ્થો ભરેલ સ્વીફ્ટ કાર સાથે એક ઝડપાયો

કારમાંથી બીયરના ટીન નંગ -૨૬૪ કીમત રૂ,૨૬૪૦૦ સાથે સ્વીફ્ટ કાર કીમત રૂ.૫,૦૦,૦૦૦ કબજે

માળિયા પોલીસે હરીપર ગામના પાટિયા નજીકથી બીયરનો જથ્થો ભરી જતી સ્વીફ્ટ કાર સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા,ડીવાયએસપી રાધિકા ભારાઈ અને સર્કલ પોલીસ ઇન્સ્પેકટર પી એચ લખધીરકાના માર્ગદર્શન હેઠળ માળિયા પોલીસ મથકના પી એસ આઈ એન એચ ચુડાસમાની સૂચનથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળીયાના હરીપર ગામના પાટિયા નજીકથી મારુતિ સુઝુકી સ્વીફટ કારમાંથી બીયરના ટીન નંગ -૨૬૪ કીમત રૂ,૨૬૪૦૦ સાથે સ્વીફ્ટ કાર કીમત રૂ.૫,૦૦,૦૦૦ કબજે કરી આરોપી રફીકભાઈ તાજમામદભાઈ ભટ્ટી ને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
માળિયા પોલીસની આ કામગીરીમાં પી એસ આઈ એન એચ ચુડાસમા, ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઈ રાઠોડ અને મહેન્દ્રસિંહ ચુડાસમા સહિતની ટીમે કરેલ છે.

(5:55 pm IST)