Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર મોરબીની શુભેચ્છા મુલાકાતે

લાયન્સ ક્લબ દ્વારા બે દિવસમાં વિવિધ કાર્યક્રમો યોજાયા

મોરબી : મોરબીમાં લાયન્સ ક્લબ દ્વારા બે દિવસના પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે માટે ડિસ્ટ્રિક્ટ ગવર્નર PMJF વસંતભાઈ મોવલિયા મોરબીમાં લાયન્સ ક્લબની શુભેચ્છા મુલાકાતે આવેલ હતા.

ત્યારે ગત તા. 22 ના રોજ ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલમાં TTW ટીચર ટ્રેનિંગ વર્કશોપના કનકલુશન સેશનમાં તેઓ હાજર રહ્યા હતા. ન્યૂ એરા સ્કૂલમાં વૃક્ષારોપણ કર્યું હતું. તેમજ ન્યૂ એરા સ્કૂલના ટ્રસ્ટીઓ સાથે ‘ચાઇ પે ચર્ચા’ આગામી સ્કૂલ લેવલના પ્રોજેક્ટ માટે મિટિંગ કરી હતી. સિનિયર મેમ્બર્સને DG દ્વારા પિન પહેરાવી સન્માન કરેલ હતું. અને મનીષ પારેખની ઓફિસ પર મોડે સુધી ગેટ ટુ ગેધર મિટિંગ યોજાઈ હતી.
આ ઉપરાંત, ગત તા. 23ના રોજ નવયુગ સ્કૂલમાં TTW ટીચર ટ્રેનિંગ વર્કશોપનું ઓપનિંગ સેશનમાં હાજર રહ્યા હતા. નવયુગ સ્કૂલ ખાતે વૃક્ષારોપણ, પી. જી. પટેલ કોલેજમાં કોરોના વેક્સીનેશન કેમ્પનું ઓપનિંગ અને DG દ્વારા મેમ્બર્સને સર્ટિફિકેટ આપી સન્માનિત કરેલ હતા
આ તકે લાયન્સ ક્લબ ઓફ મોરબી-નજરબાગના પ્રમુખ ડો. પ્રેયસ પંડ્યા, સેક્રેટરી દિનેશ વિડજા, ડીસ્ટ્રીક્ટ ગવર્નર વસંતભાઈ મોવલિયા, પીડીજી ચંદ્રકાંતભાઈ દફતરી, ખજાનચી જયદીપ બારા, રીજીયન ચેરમેન કવેસટ રવિનદૃ ભટ્ટ, ડીસી રાકેશ નાકરાની, ડીસ્ટ્રીક્ટ ડાયાબીટીસ ચેરમેન ડો. જયેશ પટેલ, ઝોન ચેરમેન તુષાર દફતરી, રીજીયન ચેરમેન રમેશ રૂપાલા, લાયન્સ મેમ્બર્સ રમણીક ચંડીભમમર, કે. પી. ભાગીયા, મનિષ પારેખ, સમીર ગાંધી, વિપુલ પટેલ, પ્રદીપ ભૂવા અને ધીરજ આદરોજા હજાર રહ્યા હતા.

(10:48 am IST)