Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

મોરબીમાં માળીયા ફાટક પાસે 300 લીટર દેશી દારૂના જથ્થા સાથે રિક્ષા ચાલક ઝડપાયો

ડ્રાય સ્ટેટ ગુજરાતમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. છતાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ વધી રહ્યું છે. ત્યારે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા પોલીસ ટીમ વધુ સક્રિય બની છે.
મોરબીમાં પણ ગુનાહિત પ્રવૃતીઓ અટકાવવા પોલીસ ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્ક્સ બાતમીના આધારે મોરબી માળિયા ફાટક પાસે એક છકડા રીક્ષાને રોકી, તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 300 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો. પોલીસે છકડા ચાલક આરોપી ગોપાલ માંડલિયાની ધરપકડ કરી કાયદસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે કિંમત 6000નો ત્રણસો લીટર દેશી દારૂ, મોબાઈલ કિંમત રૂ.2,000, છકડો રિક્ષા કિંમત રૂ.50,000 સહિત 58 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દેશી દારૂની હેરાફેરીમાં મદદ કરનાર તેમજ મંગાવનાર છ ઈસમો વિરૂદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(10:43 am IST)