Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

મોરબીના માંડપર ગામેથી છ માસ પહેલા સગીરાને ભગાડી જનાર આરોપી ઝડપાયો

મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમે આરોપીને દબોચી લીધો

મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમેં આજે બાતમીના આધારે મોરબી તાલુકાના મોડપર ગામેથી છ માસ પહેલા સગીરવયની બાળાનુ અપહરણ કરી ભગાડી જનાર આરોપીને પકડી પાડી ભોગ બનનારને શોધી કાઢી વધુ તપાસ હાથ ધરી છે.

એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ મોરબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર વી.બી.જાડેજાએ મોરબી જીલ્લામાંથી સગીરવયના બાળકોના થયેલ અપહરણના ગુનાઓ શોધી કાઢવા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટના સ્ટાફના માણસો કાર્યરત હતા.ત્યારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સગીરાના અપહરણ તથા પોકસો એકટ મુજબના ગુનાના કામે ભોગ બનનાર તથા આરોપી પોરબંદર જિલ્લાના સોઢાણા ગામે હોવાની હકિકત પો.હેડ કોન્સ. દશરથસિંહ ચાવડા, તથા પો.કોન્સ. નંદલાલ વરમોરાને મળતા પોલીસ ટીમ બનાવી પોરબંદર જિલ્લાના સોઢાણા ગામે તપાસ અર્થે મોકલતા ત્યા જઇ તપાસ કરતા આરોપી તથા ભોગબનનાર બન્ને સોઢાણા ગામની આજુબાજુના વિસ્તારમાં રહી ખેતમજુરી કામ કરી દેવભુમિ દ્વારકા જિલ્લાના જામખંભાળીયા તાલુકાના વિંઝલપર ગામે ખેતમજુરી કામ કયા જતા રહેલ હોવાની હકિકત મળતા વિંઝલપર ગામે તપાસ કરતા આરોપી પપ્પુભાઇ સોમાભાઇ દેલવાડીયા (ઉવ.રહે. મોડપર તા.જી.મોરબી) તથા ભોગ બનનારને શોધી કાઢવાની સફળતા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટને મળતા બન્નેના કોવિડ સબંધી જરૂરી મેડીકલ તપાસણી કરાવી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આમ, મોરબી એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટને છ માસ પહેલા મોરબી તાલુ કાના મોડપર ગામેથી ભોગ બનનારનુ અપહરણ કરનાર આરોપી તથા ભોગબનનારને શોધી કાઢવામાં સફળતા મેળવેલ છે. આ કામગીરી વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI એ.ડી.જાડેજા ASI રજનીંકાતભાઇ કૈલા, સંજયભાઇ પટેલ, HC દશરથસિંહ ચાવડા, PC નંદલાલ વરમોરા, અશોકસિંહ ચુડાસમા બકુલભાઇ કાસુન્દ્રા સહિતના સ્ટાફે કરી હતી.

(10:35 am IST)