Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

મોરબીની પી જી પટેલ કોલેજમાં ફાયરલેસ કૂકિંગ કોમ્પીટીશન યોજાઈ

શૈક્ષણિક પ્રવૃતિની સાથે સાથે અભ્યાસેતર પ્રવૃતિઓ દ્વારા વિધાર્થીઓનું જીવન ઘડતરમાં હર હમેશા અગ્રેસર રેહતી મોરબીની પી જી પટેલ કોલેજમાં આજ રોજ તા.૨૫/૯/૨૦૨૧, શનિવારે ફાયર લેસ કૂકિંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું શીર્ષક “ I AM THE CHEF ” રાખવામાં આવ્યું હતું.
આ સ્પર્ધા અંતર્ગત ઇંધણ કે અગ્નિ નાં ઉપયોગ કર્યા વગર પોષ્ટિક ખાદ્ય પદાર્થો બનાવવાની અનોખી પદ્ધતિઓ વિધાર્થીનીઓ દ્વારા રજુ કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં કુલ 50 થી વધુ વિધાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે “ રસોઈ શો “ અને “ રસોઈની મહારાણી ” જેવા પ્રખ્યાત કાર્યક્રમમાં વિજેતા રહી ચુકેલા અને નિર્ણાયક તરીકે સેવા આપતા, ૧૦ થી વધુ વર્ષોનો બહોળો અનુભવ ધરાવતા એવા કૂકિંગ એક્સપર્ટ ક્રિષ્નાબેન કોટેચા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જે સ્પર્ધા માં પ્રથમ ક્રમે છગાણી હેતલ (B.Com Sem-5) દ્વિતીય ક્રમે બગથરીયા ઝોહીના (B.Com Sem-3) અને તૃતીય ક્રમે ઠાકર પલ્લવી (B.Com Sem-3) રહ્યા હતા. તેમજ ગોરી પ્રિયા (BBA Sem-3) તથા કોટેચા જાનવી (BBA Sem-5) એ આશ્વાસન પારિતોષિક મેળવ્યા હતા. તમામ વિજેતાઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા.
સમગ્ર સ્પર્ધાના સુચારુ આયોજન માટે કોલેજના મહિલા પ્રાધ્યાપકોએ જેહમત ઉઠાવી હતી. આ તકે સંસ્થાનાં પ્રમુખ દેવકરણભાઈ તથા આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ પણ ઉપસ્થિત રહીને તમામ વિજેતાઓને પ્રોત્સાહિત કર્યા હતા અને અભિનંદન પાઠવ્યા હતા.

(10:33 am IST)