Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

જામનગરમાં દેશી તમંચા સાથે શખ્શ ઝડપાયો

જામનગર તા. ર૬ : જામનગર શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથીયાર સંબંધે આજરોજ એસઓજીના પોલી સઇન્સપેકટર કે.એલ.ગાધે તથા પોલીસ સબ ઇન્સ. વી.કે.ગઢવી  સા.ઓની નેત્રુત્વ વાળી ટીમના અરજણભાઇ કોડીયાતર તથા ઘનશ્યામભાઇ ડેરવાળીયા તથા દોલતસિંહ જાડેજાને ખાસ બાતમી મળેલ જે આધારે કાલાવડ-રાજકોટ હાઇવે રોડ, આણંદપર ચોકડી પાસેથી આરોપી નરેશભાઇ વિશાભાઇ ઝાપડા જાતે ભરવાડ ઉ.ર૮ ધંધો-ડ્રાઇવીંગ રહે. સરવાણીયા ગામ તા.કાલાવડ જી. જામનગર વાળાને ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા નંગ-૧ કી .૭૦૦૦ તથા એક મોબાઇલ ફોન કી. રૂ.પ૦૦૦ તથા એક સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ કી. રૂ.રપ,૦૦૦ ની સાથે પકડી કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો દાખલ કરાવી આગળની તપાસ શરૂ હતી.

આ કાર્યવાહી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ કે.એલ.ગાધે તથા પો.સબ.ઇન્સ વી.કે. ગઢવી તથા એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. મહેશભાઇ સવાણી, નાનદેવસિંહ જાડેજા હિતેષભાઇ મેરામણભાઇ ચાવડા તથા પોલીસ હેડ કોન્સ. હિતેષભાઇ ખોડુભાઇ ચાવડા, બશીરભાઇ મલેક, અનિરૂદ્ધસિંહ ઝાલા, રાયદેભાઇ ગાગીયા, ઘનશ્યામભાઇ ડેરવાળીયા, અરજણભાઇ કોડીયાતર, મયુદિનભાઇ સૈયદ, રમેશભાઇ ચાવડા, દિનેશભાઇ સાગડીયા, દોલતસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ. સોયબભાઇ મકવણા, રવિભાઇ બુજડ, સંયજભાઇ પરમાર, લાલુભા જાડેજા, પ્રિયંકાબેન ગઢીયા તથા ડ્રા.પો.કોન્સ. દયારામભાઇ ત્રીવેદી, સહવેદસિંહ ચૌહાણ વગેરે અટક કરી હતી.

(3:31 pm IST)