Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

હળવદના બે શિક્ષકોએ વિજ્ઞાનના તજ્જ્ઞ તરીકે નેશનલ વેબીનારમાં માર્ગદર્શન આપ્યું

હળવદ,તા. ૨૬: વિજ્ઞાન પ્રસાર નેટવર્ક, દિલ્હી પ્રેરિત નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર સાયન્ટિસ્ટ, જમ્મુ કાશ્મીર આયોજિત 'સિમ્પલ સાયન્સ' થીમ પર વેબિનાર યોજવામાં આવેલ. રાષ્ટ્રીય કક્ષાના આ વેબિનારમાં તક્ષશિલા સ્કુલના બે વિજ્ઞાન શિક્ષકોએ એક્ષ્પર્ટ તરીકે માર્ગદર્શન આપ્યું હતું .

તક્ષશિલા સ્કુલના ચાવડા જીજ્ઞેશભાઇએ અને રાઠોડ વિપુલભાઈ સાયન્સ છે સરળ, થીમ પર તક્ષશિલા સંકુલમાં ચાલતી અટલ ટિંકરિંગ લેબોરેટરી અંગે જમ્મુ કાશ્મીરના બોત્ત્।ેર શિક્ષકો અને બસો ત્રણ વિદ્યાર્થીઓને વિજ્ઞાનના પ્રોજેકટ અંગે માહિતગાર કર્યા હતા. કોડિંગ ડિકોડિંગના પ્રોજેકટ, બ્લુટુથ કાર, થ્રીડી પ્રિન્ટિંગ, અવકાશ વિજ્ઞાનના વિવિધ પ્રોજેકટ અને ઈસરોના ભાવિ કાર્યક્રમો વિશે વિશદ ચર્ચા કરવામાં આવેલ. નેશનલ લેવલે તજ્જ્ઞ તરીકે આ વેબિનારમાં યોગદાન આપવા બદલ ઓલ ઈન્ડિયા રામાનુજન મેથ્સ કલબના ચેરમેન ડો. ચંદ્રમૌલિ જોષી સર, જમ્મુ કાશ્મિરના સ્ટેટ ડાયરેકટર કુલદીપ ગુપ્તાએ અભિનંદન પાઠવેલ હતા. જમ્મુ કાશ્મીરના શાળાકીય શિક્ષણના ડાટરેકટર મેડમ ગુપ્તાના વર્ચુઅલ હસ્તે વિપુલભાઈ રાઠોડ અને ચાવડા જીજ્ઞેશભાઈ બંને  શિક્ષકોને એક્ષ્પર્ટનુ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલ.

(11:22 am IST)