Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

મોરબી પંથકમાં રાત્રે વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદી ઝાપટું.

 

---  તેજ પવનના અને વરસાદના કારણે મોરબી શહેરમાં વીજપુરવઠો ખોરવાયો: ભારે પવનના પગલે વાકાનેર વઘાસિયા ટોલ નાકા પાસે વાહનો થોડીવાર થંભાવી પડ્યા તેવી સ્થિતિ

મોરબી પંથકમાં રવિવારે રાત્રે વીજળીના કડાકા ભડકાની વચ્ચે અચાનક જ મીની વાવાઝોડું ફુંકાયું હોય તેમ ભારે તેજ પવન ફૂકવાની સાથે અમુક જગ્યાએ વરસાદ શરૂ થયો હતો અને વાતાવરણમાં ઠંડક સાથે વરસાદી માહોલ સર્જાયો હતો.
રવિવારે રાત્રિમાં વીજળીના ચમકારા અને કડાકા ભડકાની વચ્ચે તેજ પવન ફુંકાયો હતો. મોરબી પંથકમાં થોડીવાર માટે જાણે મીની વાવાઝોડું ફૂકાયું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. તેજ પવનની સાથે અમુક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જ્યારે ભારે પવનના પગલે વાકાનેર વઘાસિયા ટોલ નાકા પાસે વાહનો થોડીવાર થંભાવી પડ્યા તેવી સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે ભારે પવનની સાથે વરસાદ પડતાની સાથે મોરબીમાં  મોટાભાગના વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો. જ્યારે ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર પવન સાથેસારો એવો વરસાદ પડયાના સમાચાર મળ્યા છે.

(11:09 pm IST)