Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

પોરબંદરમાં ભારે પવન સાથે વીજળીના પ્રચંડ ગડગડાટ વચ્ચે સાથે ધોધમાર વરસાદ પડ્યો

દરિયામાં ભાગે પવન ફૂકાવાની સંભાવનાને પગલે પોરબંદરમાં માછીમારોને સમુદ્રમાં ન જવા સૂચના

સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર વરસી રહી છે. પોરબંદરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં પોરબંદરમાં વધુ વરસાદ નોંધાયો છે. જો કે વરસાદ પડતાં જ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. આ ઉપરાંત ગુજરાતના ચારે બાજુ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રના પશ્ચિમ તરફના દરિયામાં ભાગે પવન ફૂકાવાની સંભાવનાને પગલે પોરબંદરમાં માછીમારોને સમુદ્રમાં ન જવા સૂચના આપી છે.

 છેલ્લા બે દિવસથી અસહ્ય બફારાને કારણે અને વધતા જતા તાપમાનમાં લોકો અકળાયા હતા. જોકે આજે બપોરે વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. બપોર પછી 4 વાગ્યા પછી આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. બાદમાં ભારે પવન અને વીજળીના પ્રચંડ ગડગડાહટ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. તેમજ અનેક જગ્યાએ ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થયા હતા.

 

(10:12 pm IST)