Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

સરહદી રાપર વિસ્તારમાં પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા દરોડો : ચરસ, ગાંજો અને પોષડોડાનાં મોટી રકમના જથ્થા સાથે એકને શખ્‍સ ઝડપાયો

ભારતમાં યુવાનોને બરબાદ કરવા ડ્રગ્સનો જથ્થો કચ્છ સીમાએથી ઘૂસાડવામાં આવતો હોવાનો સિલસિલો જારી છે તેની વચ્ચે સરહદી રાપર વિસ્તારના નિલપર ગામના વાડી વિસ્તારમાં પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડીને ચરસ, ગાંજો અને પોષડોડાનાં મોટી રકમના જથ્થા સાથે એકને પકડી લેતાં વાગડ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

પૂર્વ કચ્છ એલસીબી પીઆઇ એમ.એન.રાણાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાપરના નીલપર ગામના રાકાણી વાડી વિસ્તારમાં ખુબડી માતાજીનાં મંદિર પાસે રહેતા અરજણ કુંભા મકવાણા માદક પદાર્થ રાખી વેચાણ કરતો હોવાની મળેલી બાતમીના આધારે ત્યાં દરોડો પાડી તેના કબજામાંથી રૂ.9.76.350ની કિંમતનો 65.9 કિલોગ્રામ ચરસ, રૂ.2,35,870૨ની કિંમતનો 23.578 કિલોગ્રામ ગાંજો અને રૂ.1200ની કિંમતનો 0.400 કિલોગ્રામ પોષ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો.

આ માદક પદાર્થ બાબતે પ્રાથમિક પુછપરછમાં તેણે કબૂલાત આપી કે, ચરસનો જથ્થો બિહાર રહેતું દંપતિ કૃણાલ ઉર્ફે સુજાનસિંહ અને તેની પત્ની આપી જતા હતાં અને ગાંજાનો જથ્થો રાજસ્થાનનો બાંસવાડામાં રહેતો રાજુ બાબા નામનો ઇસમ આપી જતો હતો. ઉલ્લેખનીય છે કે હાલ કચ્છના દરિયાઇ સીમા પ૨ ડ્રગ્સ મળવાનાં સિલસિલા વચ્ચે રાપરનાં નિલપરથી માદક પદાર્થનો જથ્થો મળી આવતાં ચકચાર મચી જવા પામી છે.

(2:57 pm IST)